આમોદમાં ખખડધજ બનેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૬૪ ઉપર ટ્રિપલ અકસ્માત

(પ્રતિનિધિ) ભરૂચ, આમોદમાં ગતરોજ રાત્રીના સમયે બત્રીસી નાળા પાસે ખખડધજ બનેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગને કારણે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો.જેમાં કોઈ જાનહાની થઈ નહોતી પરંતુ વાહનોને ભારે નુકશાન થયું હતું.જેથી વાહનચાલકોમાં હાઈવે ઓથોરિટી સામે ભારે રોષ ફેલાયો હતો.
આમોદમાં બત્રીસી નાળા પાસે ગતરોજ રાત્રીના સમયે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં ૬૪ ઉપર પડેલા મસમોટા ખાડાને કારણે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં એક ગાડી તેમજ બે મોટી ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અકસ્માતને પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો.
જેથી આમોદ પોલીસે આવી ટ્રાફિક હળવો કરતાં ટ્રાફિક ખુલ્યો હતો.અકસ્માતમાં ત્રણેય વાહનોને ભારે નુકશાન થયું હતું. જેથી હાઈવે ઓથોરિટી સામે વાહનચાલકોમાં ભારે રોષ જાેવા મળ્યો હતો.
આમોદના કેટલાક જાગૃત નાગરિકોએ હાઈવે ૧૩.૪૦ કરોડના ખર્ચે રોડ બનાવનાર એજન્સી સામે હાઈવે ઓથોરિટીને વારંવાર ફરિયાદ કરી આમોદના જાગૃત નાગરિકોએ ગાંધીનગર સુધી રજુઆત કરી એજન્સી સામે તેમજ હાઈવે ઓથોરિટીના જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવા ફરિયાદ પણ કરી હોવાનું જાણવા મળ્યું છે.*