આમોદમાં ટ્રાફિકથી ધમધમતા ચાર રસ્તા ઉપર વારંવાર વીજ વાયર તૂટવાથી નાગરિકો ભયભીત
ભરૂચ: આમોદ નગરમાં વારંવાર વીજ વાયર તૂટવાથી નગરજનોમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની સામે રોષ જોવા મળી રહે રહ્યો છે.આજ રોજ સવારે આમોદ ચાર રસ્તા પાસે વીજ વાયર તૂટી પડતા વેપારીઓ અને મુસાફરોમાં નાસભાગ મચી જવા પામી હતી.
આમોદ ચાર રસ્તા પાસે આવેલા વીજ થાંભલાના વીજ વાયર ઉપર પક્ષીઓ બેસવાથી વારંવાર વીજ ફોલ્ટ થવાના બનાવો બન્યા હતા.અને ભૂતકાળમાં કેટલાક પક્ષીઓના મોત પણ નિપજ્યા હતા.જેથી પક્ષી પ્રેમીઓમાં પણ ચિંતા પ્રસરી જવા પામી હતી. આમોદમાં સવારે વેપારીઓ વિધાર્થીઓ તેમજ મુસાફરોની વધુ ભીડ હોય છે તેવા સમયે જ આજે સવારે અચાનક વીજ થાંભલા ઉપરથી વીજ વાયર તૂટતાં વેપારીઓ,વિધાર્થીઓમાં અને મુસાફરોમાં નાસભાગ મચી જવા પામી હતી.જોકે કોઈ જાનહાની થઈ ન હોતી.પરંતુ ચાર રસ્તા ઉપર આવેલા એક જ થાંભલા ઉપર પક્ષીઓ બેસવાથી વારંવાર વીજ ફોલ્ટ થયા હતા.જયારે આજે ચાલુ વીજ વાયર તૂટતાં જ વેપારીઓ મુસાફરો વિધાર્થીઓમાં નાસભાગ મચી ગઈ હતી.