Western Times News

Gujarati News

આમોદમાં પત્રકારો ઉપર બુટલેગરનો જીવલેણ હુમલો કરતા કલેકટરને આવેદન

ભરૂચ: આમોદના બુટલેગર દ્વારા પત્રકારોને રસ્તામાં જ આંતરી લઈ માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.પરંતુ પોલીસે પણ બુટલેગરોને સમર્થન કરતા હોવાના આક્ષેપ સાથે પત્રકારો દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગણી કરી છે.

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ રહી ગઈ છે અને ભરૂચ જીલ્લામાં ઠેરઠેર દારૂની હાટડીઓ ચાલી રહી છે અને તે વાતથી પોલીસ પણ અજાણ નથી ત્યારે આમોદ પંથકમાં ન્યાયાલય સંકુલ ની સામે જ દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોવાના અહેવાલો મીડિયામાં પ્રકાશિત થતા જ બુટલેગરો બેફામ બન્યા હતા.દારૂની હાટડીઓ અંગેના અહેવાલ રજુકરનાર મીડિયાકર્મીઓ ઉપર જીવલેણ હુમલા કરવામાં આવ્યા છે.ત્યારે આવા સંજોગોમાં આમોદ પોલીસે ઈજાગ્રસ્ત પત્રકારોની ફરિયાદ લેવાના બદલે બુટલેગરને પોલીસ મથકે બોલાવી પ્રથમ બુટલેગરની ફરિયાદ લઈ પત્રકારોને આરોપી બનાવ્યા હતા.

ત્યારે અહીંયા પોલીસના પ્રતાપે દારૂનો વેપાર ધમધમતો હોવાના ઘટસ્ફોટ થઈ રહ્યા છે.ત્યારે પોલીસ જ બુટલેગરોને કેમ છાવરે છે તેના ઉપર અનેક શંકા-કુશંકાઓ વ્યક્ત થઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે બુટલેગરને પોલીસ ખુરશીમાં બેસાડીને વી.આઈ.પી સેવા આપતી હોવાના વિડીયો પત્રકારે કેદ કરી વાઈરલ કરતા પત્રકારની પણ વિડીયો કરવા મુદ્દે ફરિયાદ દાખલ કરવામાં આવી હોય અને તેઓનો મોબાઈલ પણ જપ્ત કરવામાં આવતો હોય ત્યારે પોલીસ જ બુટલેગરોને છાવરતી હોય તેવા વિસ્ફોટ અહીંયા થઈ રહ્યા છે.ત્યારે ભરૂચ એસ.પી રાજેન્દ્ર ચુડાસમાએ સમગ્ર ઘટનામાં તથ્ય બહાર લાવી બુટલેગરો ને છાવાળનારા અધિકારીઓ સામે પગલાં ભરવાની જરૂર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.