આમોદમાં પ્રતિબંધિત સિગારેટની લે-વેચ કરતા ત્રણ ઝડપાયા
માવાના પેકેટો તથા ઈસ્માઈલ તેમજ તાજ બીડીનો જથ્થો જપ્ત.
ભરૂચ, કોરોના મહામારીને કારણે ગુટખા તેમજ પાન બીડી તમાકુ માવા વગેરે ઉપર પ્રતિબંધ હોવા છતાં તેનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવી રહ્યું છે.ગતરોજ આમોદ પોલીસે સિગારેટના પેકેટની લે વેચ કરતા ત્રણ લોકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રતિબંધિત બીડી માવાનો જથ્થો જપ્ત કર્યો હતો.
આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તિલક મેદાનમાં આવેલી સાગર પ્રોવિઝન સ્ટોર માંથી મિતેષ પ્રદીપ પરમાર રહે.ચકલાદ તા આમોદ તથા ઉદેસંગ સોમાભાઈ પરમાર રહે,ચકલાદ તા.આમોદ એ સલીમ અબ્દુલ કરીમ ડભોયા સાગર પ્રોવિઝન સ્ટોર પાસેથી ગોલ્ડ સ્પિરિટ સિગારેટના પેકેટ નંગ ૧૦ કિંમત રૂપિયા ૫૦૦ આપી વેંચાણે લઈ પોતાની એક્ટિવામાં મુક્યા હતા.
જેથી આમોદ પોલીસે તલાશ કરતા સાગર પ્રોવિઝન સ્ટોરમાં માવાના પેકેટો ઈસ્માઈલ બીડી તથા તાજ બીડીના પેકેટ વેંચાણ કરવાના ઇરાદે મુક્યા હોય આમોદ પોલીસે એક્ટિવાની કિંમત ૨૫૦૦૦ તથા માવા બીડીના કુલ ૨૭૯૮૦ ના મુદ્દામાલ સાથે ત્રણ લોકોની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.