Western Times News

Gujarati News

આમોદમાં પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ ૧૨૬૦ લાભાર્થીએ લાભ લીધો

(પ્રતિનિધિ) ભરૂચ : આમોદ તાલુકામાં પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ ૧૨૬૦ સગર્ભા અને ધાત્રી બહેનોને ૪૯,૦૨,૦૦૦ સીધા તેમના ખાતામાં સહાય ચુકવવામાં આવી હતી.  આમોદ તાલુકામાં પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અન્વયે કુલ ૧૨૬૦ લાભાર્થીએ લાભ મેળવ્યો હતો. આ યોજના હેઠળ સગર્ભા અને ધાત્રી માતા પ્રથમ જીવીત બાળ સમયે મેળવી શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા સગર્ભા અને ધાત્રી મહિલાઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે હેતુથી પ્રધાનમંત્રી માતૃવંદના યોજના ૧લી જાન્યુઆરી ૨૦૧૭થી અમલમાં મુકાઈ છે.આ યોજના અંતર્ગત સગર્ભા તેમજ ધાત્રી માતાને રૂપિયા ૫૦૦૦ ની સહાય તેમના બેન્ક તેમજ પોષ્ટ ખાતા મારફતે સગર્ભા તેમજ ધાત્રી અવસ્થા દરમિયાન ત્રણ હપ્તામાં ચુકવવામાં આવે છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.