Western Times News

Gujarati News

આમોદમાં ૭૯ વર્ષીય નિવૃત્ત શિક્ષક કોરોના પોઝીટીવ આવતા સમગ્ર વણકારવાસ કોરોન્ટાઈન કરાયું

તેમના સીધા સંપર્કમાં આવેલા લોકોને ફેસિલિટી કોરોન્ટાઈન કરાયા.

ભરૂચ, આમોદના વતની અને વણકારવાસમાં રહેતા ૭૯ વર્ષીય ચતુરભાઈ ત્રિભોવનભાઈ પરમાર કેટલાક વર્ષોથી ભરૂચ તેમના પુત્ર સાથે તવરા માતૃછાયા સોસાયટીમાં રહેતા હતા. જેઓ તેમના ઘરે તા ૨૪/ ૪ /૨૦૨૦ ના રોજ બાથરૂમ માં પડી ગયા હતા. અને તેમને જમણા પગમાં ફેક્ચર થયું હતું.

જેમને ભરૂચ ખાતે કોઈ પણ હોસ્પિટલમાં ઓપરેશન કરવાની ના પાડતા તેમને ૨૮ મી એપ્રિલે બરોડા ખાનગી હોસ્પિટલ મલ્ટીકેર સ્પેશ્યલિસ્ટ હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ ૩૦મી એપ્રિલે આમોદ તેમના ઘરે લાવવામાં આવ્યા હતા.ત્યાર બાદ તેમને શ્વાસ લેવામાં તકલીફ થતા ૧૦મી મે ના રોજ વડોદરા ગોત્રી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને તેમનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.

આમોદ માં રહેતા ચતુરભાઈ પરમારનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા સમગ્ર આમોદ નગરમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.તેમજ આમોદ નગર પાલિકાની ટીમ દ્વારા સમગ્ર વણકર વાસને સેનિટાઈઝ કરવામાં આવ્યું હતું. તેમજ આરોગ્ય અને પોલીસ ની ટીમ દ્વારા તેમના સંપર્કમાં આવેલા લોકોની નોંધ કરવામાં આવી હતી અને આમોદ ગુરુકુળ ખાતે તેમના સંપર્કમાં આવેલા ૨૧ લોકોને ફેસિલિટી કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા. જ્યારે ચાર કુટુંબોને હોમકોરોન્ટાઈન કરવમાં આવ્યા હતા.

કોરોના પોઝીટીવ ચતુરભાઈ પરમાર નિવૃત શિક્ષક હોવાથી તેઓને પગમાં ઓપરેશન કરાવ્યું હોવાની જાણ થતાં આજુબાજુના લોકો પણ તેમના ખબર અંતર જાણવા તેમને મળવા આવ્યા હતા. જેથી તેઓના સંપર્કમાં આવેલા લોકોને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા. જ્યારે આમોદમાં તેમની સારવાર કરનાર તેમના જમાઈ તેમજ તેમની દીકરી અને તેમના ભાઈના કુટુંબીજનો તેમજ તેમના ઘરે કચરા પોતું કરનાર બહેન અને તેમની વાળ દાઢી બનાવનાર દાદાપોર ગામના વાળંદના કુટુંબને પણ આમોદ ગુરુકુળ ખાતે ફેસિલિટી કોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા.

આમોદ નગરમાં સૌપ્રથમ કોરોના પોઝીટીવ કેસ આમોદ પાલિકાએ તત્ક્લિક રાત્રીના સમયે રીક્ષા ફેરવી સમગ્ર આમોદ નગરને બંધ કરવા સૂચના આપતા આમોદના બજાર સુમસામ જોવા મળ્યા હતા. જેમાં માત્ર દૂધ અને દવા માટે જ છુટ્ટી આપવામાં આવી હતી.

આ ઉપરાંત આમોદ નગરના વોર્ડ નંબર ત્રણમાં આવતા વણકર વાસ વિસ્તારને જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડી સંપૂર્ણ શીલ કરી દેવામાં આવ્યો હતો અને વણકરવાસમાં જવામાં તમામ રસ્તા બંધ કરી દઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત આમોદ નગરના વણકારવાસ વિસ્તારને જિલ્લા કલેકટરે કંટાઇનમેન્ટ એરિયા જાહેર કરતા સ્થાનિકો ની અવરજવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

અને એરિયામાં આમોદ પોલીસ તરફ થી સીસીટીવી કેમેરા કેમેરા લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આમોદમાં વણકારવાસમાં કોરોના પોઝીટીવ કેસ મળતા આરોગ્ય વિભાગે પણ તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી હાથધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.