આમોદરાની દીકરી લશ્કરી તાલીમ પુર્ણ કરીને માદરે વતન આવતા ભવ્ય સ્વાગત

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના આમોદરા ગામની દીકરી સિમા સુરક્ષા દળની તાલીમ પુર્ણ કરી પરત પોતાના માદરે વતન આમોદરા ગામે આવતાં દીકરી પરમાર ધર્મિષ્ટાબેન જેઠાભાઈનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
આમોદરા ગામની દીકરી પરમાર ધર્મિષ્ટાબેન જેઠાભાઈ ભારતીય સિમા સુરક્ષા દળની સફળતાપુર્વક તાલિમ પુર્ણ કરીને માદરે વતન પરત ફરતા બાયડ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજુલાબેન નવનીતસિંહ સોલંકી તથા તાલુકા સંગઠન પ્રમુખ માનસિંહ સોઢા પરમાર,
જીલ્લા ભાજપ મંત્રી રાહુલપુરી ગોસ્વામી, છત્રસિંહ સોલંકી, પક્ષના નેતા વિનુસિંહ, ગોવિંદભાઈ સોલંકી, નરેન્દ્રસિંહ, રમેશભાઈ મકવાણા સહિતના આગેવાનો દ્વારા ફુલહાર પહેરાવી શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ગ્રામજનો દ્વારા સામૈયુ કરીને વાજતે ગાજતે ડી જે ના તાલે અમોદરા ગામે રેલી સ્વરૂપે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આમોદરા ગામમાં લોકો ખુશીના માહોલ સાથે ઝુમી ઉઠયા હતા અને ભારત માતાકી જયના જયકારા સાથે દેશ ભક્તિના ગીતો સાથે રેલી કાઢવામાં આવી હતી. ઘરે પહોંચતા ઘર પરિવાર દ્વારા આરતી ઉતારી અને મોં મીઠું કરાવ્યું હતું