આમોદ કાંકરિયા ધર્માંતરણ કેસમાં વધુ ૬ની ધરપકડ

ભરૂચ, આમોદ કાંકરિયા ધર્માંતરણ કેસમાં વધુ ૬ આરોપીની ભરૂચ પોલીસે ધરપકડ કરી છે. ભરૂચના ધર્માંતરણના મામલામાં અત્યાર સુધી કુલ ૧૦ ઝડપાયા ચુક્યા છે.
સમગ્ર કેસમાં ૧૪.૪૧ લાખનું ફંડીગ ઈબાદતગાહ અને વહેંચણી માટે એકત્ર કરાયું હતું. જ્યારે ૭ લાખ બહેરીનથી ઇસ્માઇલ નામની વ્યક્તિ પાસેથી રિઝવાને એકાઉન્ટમાં ડાયરેકટ મેળવ્યા હતા. ૩.૭૧ લાખ સલાઉદ્દીનના વડોદરાના આફમી ટ્રસ્ટમાંથી આછોદના બૈતુલમાલ ટ્રસ્ટએ મેળવ્યા હતા. પાલેજના રિઝવાન પટેલ, પાટણના સમીના યાકુબ, જંબુસર મસ્જિદનો કર્તાહતા ઐયુબ પટેલ, આછોદના ટ્રસ્ટના ૨ હોદ્દેદારોની ધરપકડ કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામે ૧૫૦ લોકોના ધર્માંતરણ કેસમાં તપાસ ટીમોએ વધુ ૬ આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ સાથે જ આદિવાસી હિન્દુઓના ધર્માંતરણમાં ઝડપાયેલા આરોપીઓનો આંક ૧૦ ઉપર પહોંચ્યો છે. જેમાં બેહરિનથી ૭ લાખનું ફન્ડિંગ અને વડોદરાના સલાઉદ્દીનના આફમી ટ્રસ્ટમાંથી ૩.૪૧ લાખનું ફન્ડ ધર્માંતરણ તેમજ ઈબાદતગાહની પ્રવૃત્તિ માટે વપરાયું હોવાનો ખુલાસો થયો છે.
આમોદ તાલુકાના કાંકરિયા ગામે ૧૫૦ આદિવાસીઓના ધર્માંતરણમાં તપાસ અધિકારી એમ.પી. ભોજાણીની રાહબરી હેઠળ તપાસ ટીમોએ વધુ ૬ આરોપીઓને ઝડપી પાડતા વધુ ચોંકાવનારા ઘટસ્ફોટ સામે આવ્યા છે. જેઓની વધુ તપાસ માટે કોર્ટમાં રજૂ કરી ૧૪ દિવસના રિમાન્ડ મેળવવા ભરૂચ પોલીસે તજવીજ હાથ ધરી છે.
ગુનાની તપાસ દરમ્યાન ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ ક.૪ –ગ તથા આઈ.ટી.એકટની કલમ ૮૪- સીનો ઉમેરો કરવામાં આવેલ છે. ઝડપાયેલા ૬ આરોપીઓ દ્વારા એકત્ર કરેલ અંદાજીત ફંડ ૧૪ લાખ પૈકીની ૭ લાખ જેટલી રકમ રીજવાન દ્વારા બહેરીન (વિદેશ) ખાતેના ઈસ્માઈલ નામના ઈસમ પાસેથી બેંક ટુ બેંક રકમ મેળવવામાં આવી છે. અન્ય રકમ અલગ–અલગ મુસ્લિમ સંપ્રદાયના નાગરીકો પાસેથી જકાતના ભાગરૂપે મેળવી છે.
ઝડપાયેલા વધુ ૬ આરોપીઓમાં (૧) યાકુબ ઈબ્રાહીમ શંકર રહે, સમી, પાટણ (૨) રીઝવાન મહેબુબભાઈ પટેલ રહે.પાલેજ (૩) ઠાકોર ગીરધરભાઈ વસાવા રહે – પુરસા, આમોદ (૪) સાજીદ અહમદભાઈ પટેલ રહે. આછોદ,આમોદ (૫) યુસુફ વલી હસન પટેલ રહે. બચ્યોકા ઘર, આમોદ (૬) ઐયુબ બસીરભાઈ પટેલ રહે. નુરાની સોસાયટી જંબુસરનો સમાવેશ થાય છે.SSS