આમોદ તાલુકાના અનોર ગામે ક્ષત્રિય પરિવારના સમૂહ જવારાનું પૂજન કરાયું.
સમૂહ જવારા પૂજનના આયોજનથી સમાજની એકતા બંધાઈ તથા આર્થિક ખર્ચ હળવો બન્યો હતો : અનોર ગામે છઠ્ઠા સમૂહ જવારા ઉત્સવમાં ૨૭ પરિવારના જવારાની શોભાયાત્રા નીકળી.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ,
આમોદ તાલુકાના અનોર ગામે ક્ષત્રિય પરિવારના છઠ્ઠા સમૂહ જવારાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૨૭ જવારાની શાત્રોક્ત વિધિ-પૂજન ગામના દિનેશભાઇ ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી.
ક્ષત્રિય પરિવારના સમૂહ જવારા પૂજનમાં નાહીયેર ગુરુકુળના પૂજ્ય ડી.કે.સ્વામી ખાસ ઉપસ્થિત આશીર્વચન પાઠવ્યા હતાં.તેમજ આમોદ – જંબુસર મતવિસ્તારના માજી ધારાસભ્ય કિરણસિંહ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.સવારે સમૂહમાં જવારાનું પૂજન કર્યા બાદ બપોરે લોકોએ મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો.
ત્યાર બાદ શોભાયાત્રા રાખવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં લોકો શોભાયાત્રામાં જોડાયા હતાં. ડી.જે ના તાલ સાથે ભક્તિમય ગીતોના સથવારે નીકળેલી શોભાયાત્રા ગામલોકો ઝૂમી ઉઠયા હતાં.
ભક્તિમય માહોલમાં શ્રધ્ધાભેર જવારાનું પોતપોતાના ઘરે લઈ ગયા બાદ નારેશ્વર ખાતે સામુહિક રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું.અનોર ગામના મહેન્દ્રસિંહ છત્રસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે અમારા ગામમાં ૨૭ ક્ષત્રિય પરિવારના સમૂહ જવારાનું આયોજન કરવામાં આવ્યું હતું.