આમોદ તાલુકાના મછાસરા ગામે જુગાર રમતા 8 ખેલૈયા ઝડપાયા
ભરૂચ, આમોદ તાલુકાના મછાસરા ગામે કોઈક ઈસમો બાવળ વાળી ઝાડીમાં જુગાર રમતા હોવાની આમોદ પોલીસને બાતમી મળતા પોલીસે રેડ કરી પત્તા પાના વડે જુગાર રમતા આઠ ખેલીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના મછાસરા ગામે નવીનગરી પાસે બાવળ વાળી ઝાડીમાં કેટલાક ઇસમો જુગાર રમતા હોવાની બાતમી આમોદ પોલીસને મળી હતી.
જેથી આમોદ પોલીસે બાતમી વાળી જગ્યા ઉપર રેડ કરી પત્તા પાના વડે હારજીતનો જુગાર રમતા આઠ ખેલી નામે ૧.ઈબ્રાહિમ અહમદ પટેલ બુઠીયા,હાઈસ્કૂલ સામે મછાસરા,૨.રમેશ પ્રતાપ રાઠોડ. રહે,નવીનગરી મછાસરા,૩.અરવિંદ પસાભાઈ રાઠોડ.રહે નવીનગરી મછાસરા,૪.જેસંગ રણછોડ રાઠોડ. રહે નવીનગરી મછાસરા,૫.પ્રવીણ નગીન રાઠોડ. રહે તળાવ ફળિયું મછાસરા,૬.પ્રહલાદ રણછોડ રાઠોડ.રહે. નવીનગરી મછાસરા,૭. દિલીપ રણછોડ રાઠોડ. રહે નવીનગરી મછાસરા,૮.ઈંદ્રિશ અહમદ પટેલ (ગઠા) નવીનગરી મછાસરા તમામ સામે આમોદ પોલીસે જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.