આમોદ તાલુકાના સમની ગામે પતરાનો શેડ મારતા ૧૫ ફૂટ ઉંચાઈથી નીચે પડતા યુવાનનું મોત
ભરૂચ: આમોદ તાલુકાના સમની ગામે પતરાનો શેડ મારવા માટે ૧૫ ફૂટ ઉચાઈએ છાપરાં ઉપર ચઢેલા બે દિવસ યુવાનો નીચે પટકાતા બંનેને માથામાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.જ્યારે એકનું મોત થયું હતું.આમોદ પોલીસે અકસ્માત મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદના અપના નગરમાં રહેતા ઉસ્માન ઇસ્માઇલ ખોખર ઉ. વ ૫૬ તથા ઝુબેર અહેમદ મુલતાની તેઓ આમોદ તાલુકાના સમની ગામે આવેલી જુની જીન ફેકટરીમાં સિમેન્ટના પતરા બદલી ગેલવેનાઇઝના પતરા નાખવા છાપરાં ઉપર ચઢતા સિમેન્ટના પતરા ઉપર પગ મુકતા તૂટી જવાથી ૧૫ ફૂટની ઉંચાઈએથી નીચે પડી જતા માથામાં ગંભીર ઇજા થતાં ઉસ્માન ઇસ્માઇલ ખોખરને પ્રથમ સમની સીએચસી ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ત્યાર બાદ તેને આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.જ્યારે ઝુબેર અહેમદ મુલતાનીને માથાના ભાગે ઇજા થતાં તેને પ્રથમ ભરૂચ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી ત્યાર બાદ તેને પોતાના વતન આણંદ ખાતે લઈ જવાયો હતો જ્યાં તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો હતો.આમોદ પોલીસે અકસ્માત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.