આમોદ તાલુકાની ઢાઢર નદીમાં મોટી માત્રામાં મગરો દેખાતા વનવિભાગ દ્વારા સાવચેતીના બોર્ડ લગાવવા લોક માંગ.
ઢાઢર નદી ઉપરના બ્રીજ ઉપર મગરો જોવા વાહનચાલકો ઉભા રહે છે : બ્રીજ પણ જર્જરિત સાથે બ્રિજ ઉપરની ગ્રીલ પણ ઊંચી કરવા વાહન ચાલકોની માંગ.
(વિરલ રાણા) ભરૂચ,
ભરૂચ જીલ્લાના આમોદ તાલુકાની ઢાઢર નદી વિશ્વામિત્રી નદીને જોડતી નદી માનવામાં આવે છે જેના કારણે આગળ નદીમાં મોટી માત્રામાં મગરો જોવા મળી રહ્યા છે અને ઢાઢર નદી ઉપર રહેલા બ્રિજ ઉપરથી લોકો મગરોની જોવા દોટ મૂકતા હોય છે.પરંતુ ઢાઢર નદી નજીક બંને તરફ ખેતરો પણ આવેલા હોય પરંતુ મગરોથી સાવચેત માટે વનવિભાગ દ્વારા બોર્ડ લગાવવામાં ન આવ્યો હોવાના કારણે મોટી હોનારત સર્જાય તેવો ભાઈ પણ લોકોને સતાવી રહ્યો છે.
આમોદ તાલુકાની ઢાઢર નદીમાં મોટી માત્રામાં મગરો વસવાટ કરે છે અને ઘણી વખત ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે બહાર પણ આવતા હોય છે.સવારના સમયે ઠંડક વાતાવરણને કારણે મગર બહાર આવતા હોય છે આમોદ નજીકના ઢાઢર નદી ઉપરના બ્રીજ ઉપરથી મગરો જોવા માટે વાહન ચાલકો પણ દોટ મૂકતા હોય છે અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં મગરી ઈંડા મૂકે હોવાના કારણે વધુ પ્રમાણમાં બહાર આવતા હોવાની માહિતી સાંપડી રહી છે.ત્યારે સવારના સમયે ઢાઢર નદીના બ્રીજ ઉપરથી સાગર નદીમાં ૩૫ થી ૪૦ મગરો એક સાથે દેખા દેતા વાહનચાલકોએ પણ આ નજારો જોવા માટે બ્રિજ ઉપર દોટ મૂકી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ઢાઢર નદી ઉપર રહેલો બ્રીજ અત્યંત જર્જરીત અને બંને તરફ ગ્રીલ જરૂરી હોવાના કારણે હંગામી ધોરણે લોખંડની એંગલ લગાવવામાં આવી છે.પરંતુ તેની ઊંચાઈ ઓછી હોવાના કારણે બ્રિજ ઉપરથી મગર જોવાની લાહયમાં કોઈ નીચે પડી જાય તો તે જીવ પણ ગુમાવી શકે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.ત્યારે ઢાઢર નદી ઉપર રહેલા બ્રીજની બન્ને સાઈડની ઊંચાઈ વધારવામાં આવે તે પણ જરૂરી છે કારણ કે ઢાઢર નદીમાં મોટી માત્રામાં વસવાટ કરતા હોવાના કારણે બ્રિજ ઉપર મોટી માત્રામાં લોકો મગર જોવા માટે પોતાના વાહનો પણ બ્રિજ ઉપર ઉભા કરી મગરને જોવા માટે દોટ મુકી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ઢાઢર નદી ની બંને તરફ ખેડૂતોના ખેતરો પણ આવેલા છે અને ખેત મજૂરો થી માંડી ખેડૂતો પણ સતત અવરજવર કરી રહ્યા છે.પરંતુ ઢાઢર નદી નજીક મગરો હોવા અંગે કોઈપણ જાતની જાગૃતિ અંગેના બેનરો કે લોકોને સાવચેત કરતા બોડૅ ન હોવાના કારણે ઢાઢર નદી માંથી બહાર આવતાં મગરો કોઈ ઉપર જીવલેણ હુમલો કરી શકે તેવો ભય પણ સતાવી રહ્યો છે.