આમોદ નગરપાલિકાના સફાઈ કામદારોના પ્રતીક ઉપવાસ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/01/2101-Bharuch.1-1024x783.jpg)
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) આમોદ નગરપાલિકાના સફાઈ કામદારોના વિવિધ પ્રશ્નોનું પ્રાદેશિક નિયામક કચેરી સુરત દ્વારા નિરાકરણ નહીં આવતાં સફાઈ કામદારોના પ્રતિનિધિઓએ પાલિકા કચેરી સામે જ પ્રતીક ઉપવાસ ઉપર બેસી ધરણા શરૂ કર્યા છે.
તેમજ પ્રાદેશિક નિયામક કચેરી સુરત તરફથી યોગ્ય પ્રત્યુત્તર નહીં આપવામાં આવે તો અચોક્કસ મુદત સુધી સફાઈ કામગીરી બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
આમોદ નગરપાલિકાના સફાઈ કામદારોની માંગણી છે કે નિયમિત પગાર કરવામાં આવે માસિક પગારથી કપાત થયેલ પી.એફ ના નાણાં જમા કરવામાં આવે.૨૦૧૧ થી લઈ ૨૦૨૨ સુધીનું એક પણ સફાઈ કર્મચારીનું ઇ.પી.એફ.ક્લિયર કરેલ નથી.
પી.એફ.ના કરોડો રૂપિયાનો હિસાબ સફાઈ કામદારોને મળતો નથી.આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી કર્મચારીઓ ઉપર જાેહુકમી કરી ફરાજ માંથી બરતરફ કરેલ છે.કોઈ નોટીસ આપ્યા વગર મનઘડટ નિયમ બનાવી વર્ષો જુના કામદારોને છુટા કરે છે.