આમોદ નગર સહિત પંથકમાં વીજ કંપનીના દરોડા ૫.૯૫ લાખની વીજ ચોરી ઝડપાઈ
દક્ષિણ ગુજરાત વીજ કંપનીનો ચેકીંગ સ્કોર્ડનો સપાટો.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: આમોદ નગર સહિકત આજરોજ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ચેકીંગ સ્કોર્ડ તાલુકાના ગામોમાં પણ પોલીસ સાથે દરોડા પાડી ૫.૯૫ લાખની વીજચોરી ઝડપી પાડી દંડનીય કાર્યવાહી કરતા વીજ ચોરી કરતા તત્વોમાં ફફડતા ફેલાઈ ગયો હતો.
આજ સવારના સુમારે લોકો મીઠી નીંદર માણી રહ્યા હતા ત્યારે આમોદ નગરના દરબાર રોડ સહિત ભીમપુરા, રોઝાટંકારીયા,મછાસરા,માંગરોલ,કોલવણા સહિતના ગામોમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ચેકીંગ સ્કોર્ડ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રેડ કરી વીજ ચોરી કરતા ૨૨ કનેકશન ઝડપી પાડી દંડનીય કાર્યવાહી કરી હતી અને મીટર સહિત વાયરો કબ્જે લઈ ૫.૯૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો
એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માથે હોય ત્યારે વીજ ચોરી કરતા ઝડપાઈ ગયેલા નેતાઓના માનીતા મતદારો સાથે નેતાઓએ પણ આમોદ વીજ કંપનીની કચેરીએ આવી ઈજનેરો સાથે કાલાવાલા કરવાની નોબત આવી હતી.વીજ કંપનીના ચેકીંગને લઈને નેતાઓની પણ વીજ કંપની ઉપર દોડા દોડી રહી હતી.