Western Times News

Gujarati News

આમોદ પાલિકાએ બાકી વેરાધારકોની મિલકતો સીલ કરતાં નગરમાં ફફડાટ

ભાજપના રાજકીય આગેવાનોનો પાર્ટી પ્લોટ શીલ કરતાં ભાજપમાં હડકંપ મચી જવા પામ્યો છે.

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) આમોદ નગરપાલિકા બાકી વેરાધારકો સામે કડક બની બાકી વેરાધારકોની મિલકતો શીલ કરતા આમોદ નગરમાં અન્ય બાકી વેરા ધારકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.પાલિકાએ ભાજપના રાજકીય આગેવાનોનો પાર્ટી પ્લોટ શીલ કરતાં ભાજપમાં હડકંપ મચી જવા પામ્યો છે.

આમોદ પાલિકાએ આજ રોજ બાકી વેરા ધારકો પૈકી સિંધા ફળિયામાં રહેતા કિરીટ પ્રજાપતિની મિકલતનો ૧,૪૮,૦૦૦ રૂપિયા વેરો બાકી પડતો હોય તેમની ખુલ્લી મિલકતમાં નોટીસ લગાવી દીધી હતી અને મિલકત ટાંચમાં લીધી હતી. તેમજ આમોદ -સરભાણ રોડ ઉપર આવેલ

શુભમ પાર્ટી પ્લોટનો પણ ૧,૩૦,૦૦૦ નો મિલકત વેરો બાકી હોય પાર્ટી પ્લોટ આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીની સૂચનાથી શીલ કરવામાં આવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરમાં આવેલો શુભમ પાર્ટી પ્લોટ ભાજપના રાજકીય આગેવાનોનો હોય તેમજ પાલિકામાં પણ ભાજપનું બોર્ડ હોવાં છતા ભાજપના આગેવાનોની મિલકત શીલ કરતા ભાજપમાં પણ હડકંપ મચી જવા પામ્યો હતો.

શુભમ પાર્ટી પ્લોટના ભાગીદાર ઈન્દ્રસિંહ રાજે જણાવ્યું હતું કે બે વર્ષથી કોરોના મહામારીને કારણે પાર્ટી પ્લોટનો ઉપયોગ થયો નથી. જેથી તેના મેન્ટેનશનો ખર્ચો ભાગીદારોએ જ ભોગવ્યો છે.અને વધુમાં જણાવ્યું હતું કે આમોદ પાલિકાએ કિંનાખોરી રાખી પાર્ટી પ્લોટ શીલ કર્યો છે.

તેમજ જયંતીભાઈ પટેલે જણાવ્યું હતું કે શુભમ પાર્ટી પ્લોટ ધાર્મિક તેમજ સામાજિક અને સરકારી કામ માટે વિના મૂલ્યે આપવામાં આવે છે. તેમજ ભાજપના રાજકીય કાર્યક્રમો માટે પણ વિના મૂલ્યે આપવામાં આવે છે છતાં પાલિકામાં સત્તા પક્ષમાં બેઠેલા કેટલાક ભાજપના નેતાઓ ભાન ભૂલીને રાજકીય કિંનાખોરી રાખી પાર્ટી પ્લોટ શીલ કર્યો છે. જેનું પાર્ટી પ્લોટના ભાગીદારોને દુઃખ પહોંચ્યું છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.