આમોદ પાલિકા સામે ૨૭ દિવસથી પ્રતીક ઉપવાસ ઉપર બેઠેલાં પ્રતિનિધિઓ
આમોદ પાલિકા સામે પ્રતીક ઉપવાસ ઉપર બેઠેલા પ્રતિનિધિઓની ભરૂચ જીલ્લા કોંગ્રેસ પ્રમુખે મુલાકાત લીધી
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) આમોદ નગરપાલિકા સામે છેલ્લા ૨૭ દિવસથી પ્રતીક ઉપવાસ ઉપર બેઠેલાં પ્રતિનિધિઓની ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમાલસિંહ રાણાએ મુલાકાત લીધી હતી.તેમજ જરૂર પડ્યે જિલ્લા કક્ષાએથી પણ સફાઈ કર્મીઓના ન્યાય માટે આંદોલન કરવાની ચીમકી આપી હતી.
આમોદ પાલિકાના સફાઈ કામદારોના પ્રતિનિધિઓ છેલ્લા ૨૭ દિવસથી પ્રતીક ઉપવાસ ઉપર બેઠા હતાં.જેમની વ્યાજબી માંગણીઓ ના સંતોષાતા તેમણે પ્રતીક ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યુ હતું.સફાઈ કામદારોની માંગણી હતી કે નિયમિત પગાર કરવામાં આવે,
માસિક પગારથી કપાત થયેલ પી.એફ.ના નાણાં જમા કરવામાં આવે. ૨૦૧૧ થી લઈ ૨૦૨૨ સુધીનું એક પણ સફાઈ કર્મચારીનું ઈ.પી.એફ ક્લિયર કરેલ નથી.પી.એફના કરોડો રૂપિયાનો હિસાબ સફાઈ કામદારોને મળતો નથી.તેમજ આમોદ
નગરપાલિકાના મુખ્ય અધિકારી કર્મચારીઓ ઉપર જાેહુકમી કરી ફરજમાંથી બરતરફ કરેલ છે.કોઈ નોટીસ આપ્યા વગર મનઘડત નિયમ બનાવી વર્ષો જુના કામદારોને છુટા કરે છે.જે બાબતે આમોદ પાલિકાના સફાઈ કામદારોના પ્રતિનિધિઓએ પ્રતીક ધરણાં શરૂ કર્યા હતા.
ત્યારે ભરૂચ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમાલસિંહ રાણાએ પણ સફાઈ કામદારોના પ્રતિનિધિઓની મુલાકાત લઈ તેમની વ્યથા સાંભળી હતી.અને જણાવ્યું હતું કે ભાજપના શાસિત પાલિકાએ સફાઈ કામદારોની મુલાકાત પણ લીધી નથી.સફાઈ કામદારો વ્યાજબી માંગણી કરતા હોય ત્યારે ધમકી આપી પોલીસ કેસ કરી ખોટી રીતે ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
જાે સફાઈ કર્મચારીઓનો ઉકેલ લાવવામાં નહીં આવે તો અમે જિલ્લા કક્ષાએથી પણ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાથે આમોદ- જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા,આમોદ શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ બરફવાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.