આમોદ માંથી ટ્રકની ઉઠાંતરી કરનાર રીઢો ચોર ગોધરાથી ઝડપાયો
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ટ્રક ચોરીના આરોપી ઉપર રાયોટીંગ સહિતના ચોરીના અનેક ગુનાઓ નોંધાયેલા છે.
આમોદની પુરસા રોડ નવીનગરી પાસેથી રાત્રીના સમયે એક ટ્રની ચોરી થઈ હતી જેની ફરિયાદ આમોદ પોલીસે નોંધાઇ હતી. જે બાબતે આમોદ પોલીસે વધુ તપાસ હાથધરી હતી.
આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદની પુરસા રોડ નવીનગરી ખાતે રહેતા જીતસંગ રૂપસંગ ચૌહાણની ટ્રક ૧૪ મી સપ્ટેમ્બર ના રોજ ચોરી થઈ હતી જે બાબતે તેમણે આમોદ પોલીસ મથકે ટ્રક ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી.આમોદ પોલીસ ચોરીના ગુનાઓ અંગે તપાસમાં ગોધરાનો કુખ્યાત રીઢો વાહન ચોર અંગેની માહિતી મળતા આમોદ પોલીસે યાકુબ અબ્દુલ સત્તાર પથીયા રહે.મુસ્લિમ સોસાયટી સાતપુલ વેજલપુર રોડ ગોધરા ખાતેથી ઝડપી પાડ્યો હતો.
જેની ઉપર અંકલેશ્વર ઝઘડીયા ગોધરા ભાવનગર ચીખલી મોડાસા ભાલેજ નડિયાદ વગેરે પોલીસ મથકમાં ચોરીના અનેક ગુનાઓ નોંધાયા છે.તેમજ ગોધરા ખાતે રાયોટીંગ નો ગુનો પણ નોંધાયો હતો.આમોદ પોલીસે રીઢા ચોરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.