આમોદ સફાઈ કામદારોનો બે મહિનાનો પગાર ના થતા સફાઈ કામદારોની કફોડી હાલત થતા આક્રોશ
(પ્રતિનિધિ દ્વારા) ભરૂચ, આમોદ પાલિકાના સફાઈ કામદારોનો બે મહિનાથી પગાર ના થતાં સફાઈ કામદારોની કફોડી હાલત થતાં પાલિકાના વહીવટ સામે આક્રોશ જાેવા મળ્યો હતો.જે બાબતે સફાઈ કામદારોમા પાલિકાની નીતિ સામે રોષ જાેવા મળ્યો હતો.
આમોદ પાલિકામાં વર્ષોથી કામ કરતા સફાઈ કામદારોના ડિસેમ્બર તથા જાન્યુઆરી એમ બે મહીનાનો હજુ સુધી પગાર ના થતાં સફાઈ કામદારો રોષે ભરાયાં છે.જ્યારે આમોદ પાલિકામાં કચેરીમાં બેસીને કામ કરતાં કર્મચારીઓનો ડિસેમ્બર માસનો પગાર ચૂકવી દેવામાં આવ્યો હોવાની આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.
હાલમાં લગ્ન ગાળાની સીઝન ચાલતી હોય ત્યારે સફાઈ કામદારોને પણ સામાજીક પ્રસંગોમાં સામેલ થવાનું હોય ત્યારે પગાર વગર તેમની હાલત કફોડી થવા પામી હતી.સફાઈ કામદારો પાસે આવકનું બીજું કોઈ સાધન ના હોય આમોદ પાલિકા પાસે વારંવાર લેખિત તથા મૌખિક રજુઆત કરી હોવા છતાં તેઓને બે મહિનાના પગારથી વંચિત રહ્યા હતા.
જે બાબતે અખિલ ભારતીય સફાઈ કામદાર યુનિયનના પ્રદેશ ઉપાધ્યક્ષ મનહર સોલંકીએ જણાવ્યું હતું કે આમોદ પાલિકાને વારંવાર પગાર બાબતે રજુઆત કરી છે છતાં તેઓ અમારી સાથે અન્યાય કરી રહ્યા છે.
અને સમયસર પગાર આપતાં નથી. આ બાબતે આમોદ પાલિકાના એકાઉન્ટન્ટ કનુભાઈ પરમારે જણાવ્યું હતું કે સફાઈ કામદારોનો મહે ડિસેમ્બરનો પગાર ૨૪ જાન્યુઆરીના રોજ બેંક ઓફ ઈન્ડિયા આમોદ શાખામાં રાબેતા મુજબ જમા કરાવેલ છે.બેંક શાખાની યાંત્રિક સિસ્ટમમાં ખામી હોવાથી આજ દિન સુધી સફાઈ કામદારોના એકાઉન્ટમાં પગાર જમા થયેલ નથી.SSS