આમ આદમી પાર્ટીએ મફત વિજળી પાણીનું કાર્ડ પંજાબમાં ખેલ્યું
મોગા: આમ આદમી પાર્ટીએ મફત વિજળી પાણીનું કાર્ડ પંજાબમાં પણ ખેલ્યું છે આગામી વિધાનસભા ચુંટણીની તૈયારીમાં લાગેલ પાર્ટીએ સ્પષ્ટ કરી દીધુ કે દિલ્હીમાં વિજળીના બિલ જીરો આવી શકે છે તો જીત્યાબાદ પંજાબમાં કેમ નહીં. કિસાનના મુદ્દા પર પણ પાર્ટીએ પોતાના સ્ટેન્ડ જારી રાખતા કહ્યું કે ત્રણ કાળા કૃષિ બિલ કાનુનોની વિરૂધ્ધ પાર્ટી આંદોલનને સમર્થન કરતી રહેશે
આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અહીં વાધાપુરાનામાં આપ દ્વારા આયોજિત કિસાન મહાસંમેલનને સંબોધિત કરતા કહ્યું કે પંજાબના કિસાનોએ દેશવ્યાપી આંદોલનને નવું જીવન આપ્યું છે દેશમાં જાે કોઇની સાથે અન્યાય થાય છે તો પંજાબી જ સૌથી પહેલા અવાજ ઉઠાવે છે આ વીરોની ભૂમિ છે તેને નમન કરવા આવ્યો છું.
તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીની સરકાર બનવા પર દિલ્હીની જેમ પંજાબમાં પણ ૨૪ કલાક અને મફત વિજળી આપીશું જયારે દિલ્હીના સ્ટેડિયમોને કિસાન માટે જેલ બનાવવા દેવામાં આવી નહીં તો મોદી સરકારે સંસદમાં બિલ લાવી મુખ્યમંત્રીની શક્તિઓ છીનવી રહી છે કિસાન આંદોલનનું ફકત સમર્થન જ કરશે નહીં પરંતુ તેનો હિસ્સો બની કામ પણ કરશે જેના કારણે મોદી સરકાર પરેશાન કરી રહી છે.
કેજરીવાલે ગત છ વર્ષથી પંજાબ કિસાનો માટે લડી રહ્યું છે. આપ ચિંતા કરશો નહીં જયાં સુધી હું દિલ્હીમાં છુ કોઇ પણ સ્થિતિમાં કિસાનોની વિરૂધ્ધ કોઇ કાર્યવાહી કરીશ નહીં કેન્દ્ર સરકાર જેટલો પણ અત્યાર કરી લે કિસાનોની યોગ્ય માંગણી છે અને આખરે કિસાનોની જ જીત થશે સૌથી પહેલા પંજાબના કિસાનોએ નવા કૃષિ કાનુનોની વિરૂધ્ધ આંદોલન કર્યું છે આ અંદોલન દિલ્હી પહોંચ્યુ છે જે આગ પંજાબની અંદર તમે લોકોએ લગાવી છે તે સમગ્ર દેશમાં લાગી રહી છે આ આંદોલન દરેક ભારતવાસીનું થઇ ગયું છે.
કેજરીવાલે કહ્યું કે કિસાન આંદોલનને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કયારેક ખાલિસ્તાની તો કયારેક આતંકવાદી કહેવામાં આવી રહ્યાં છે પરંતુ દેશની જનતા જાેવા છે ભાજપ નેતાઓએ કિસાનોને ગાળો આપી છે તેની વિરૂધ્ધ આમ આદમી પાર્ટીએ ૭૦ કેસ કરી રાખ્યા છે પુરી આશા છે કે જેટલા લોકોએ ગાળો આપી છે તે બધા જેલમાં જશે
કેજરીવાલે પંજાબ સરકાર પર પ્રહારો કરતા હ્યું કે કેપ્ટન અમરિંદર સિંહે જેટલા વચનો આપ્યા હતાં તેમાંથી એક પણ પુરા થયા નથી દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ ચુંટણી પહેલા જેટલા વચન આપ્યા હતાં તે તમામ પુરા કરી લેવામાં આવ્યા છે.