Western Times News

Gujarati News

આમ આદમી પાર્ટીનાં અનેક આગેવાનોએ કેસરિયા ધારણ કર્યા

ગાંધીનગર, પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મધ્ય ગુજરાતના કોંગ્રેસ,બીટીપી અને આમ આદમી પાર્ટીના આગેવાનો સાથે સમાજિક આગેવાનો મોટી સંખ્યામાં તેમના સમર્થકો સાથે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જાેડાયા.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, દેશના પ્રધાનસેવક નરેન્દ્ર મોદી, દેશના ગૃહમંત્રી અને સહકારમંત્રી અમિત શાહની દેશમાં વિકાસની રાજનીતી અને જે રીતે વિશ્વફલક પર ભારતની આન બાન અને શાન વધારી છે.

તેમજ ગુજરાત રાજય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિકાસની હરણફાળ ભળી રહ્યુ છે અને પેજ સમિતિના પ્રણેતા અને મજબૂત સંગઠન શક્તિથી કાર્યકરોમાં ઉર્જાનો નવસંચાર કરતા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ની સંગઠન શક્તિથી પ્રેરાઇ અનેક રાજકીય પાર્ટી તેમજ સામાજીક આગેવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના વિકાસના કાર્યો માટે હાથ મજબૂત કરવા ભારતીય જનતા પાર્ટીમાં જાેડાઇ રહ્યા છે.

ત્યારે આજે ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મધ્ય ગુજરાતના (દાહોદ,નર્મદા જિલ્લો,છોટાઉદેપુર તેમજ વડોદરા) કોંગ્રેસ,બીટીપી અને આમ આદમી પાર્ટીના આગેવાનો સાથે સમાજિક આગેવાનો મોટી સંખ્યામાં તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જાેડાયા જેમાં કોંગ્રેસના જેતપુર પાવીના પ્રમુખ ઉમેશ શાહ, કોંગ્રેસના છોટા ઉદેપુરના પુર્વ પ્રમુખ યશપાલસિંહ ઠાકોર, ગુજકોમાસોલ ડિરેકટર નયનાબેન શાહ સહિત આગેવાનો અને કાર્યકરો પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ખેસ અને ટોપી ઘારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જાેડાયા છે.

આ કાર્યક્રમમાં પ્રદેશના મહામંત્રી ભાર્ગવ ભટ્ટે સંબોધન કરતા જણાવ્યું કે, ભાજપ હમેશા વિકાસ અને રાષ્ટ્રવાદની રાજનીતી કરે છે. આજે જે કાર્યકરો અન્ય રાજકીય પાર્ટીઓમાં હતા તેમા પરિવાર વાદ,જાતિવાદ અને વિકાસના નામે માત્ર ભ્રષ્ટનિતિ કરતા હતા જેથી આ કાર્યકરો આજે ભાજપમાં જાેડાયા છે.આજે વિકાસની અને રાષ્ટ્રવાદની નીતીથી દેશના લોકોની સેવા કરવા આજે કાર્યકરો ભાજપમાં જાેડાય છે અને આવનાર વિઘાનસભા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થશે.

આ કાર્યક્રમમાં પ્રદેશનામહામંત્રીઓ પ્રદિપસિંહ વાઘેલા, ભાર્ગવ ભટ્ટ, સાંસદ સભ્ય જસંવતસિંહ ભાભોર, ગીતાબેન રાઠવા,દાહોદ જિલ્લાના પ્રમુખ શંકર આંબલીયાર,નર્મદા જિલ્લાના પ્રમુખ ઘનશ્યામ પટેલ, છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ રશ્મિકાં તેમજ વડોદારા જિલ્લાના પ્રમુખ અશ્વીન પટેલ, પ્રદેશનામંત્રી કૈલાસબેન પરમાર,ડો. હંસાબા રાજ,દાહોદના પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, ધારાસભ્યઓ શૈલેષ મહેતા, અક્ષય પટેલ, શૈલેષ ભાભોર, બચુ ખાબડ, પ્રદેશના સહ પ્રવકતાઓ ભરત ડાંગર,ડો. રૂત્વીજ પટેલ સહિતના આગેવાનો જાેડાયા હતા.HS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.