આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો પર કોવિડ નિયમોના ભંગ બદલ એફઆઇઆર
નવીદિલ્હી, કમલા માર્કેટ પોલીસ સ્ટેશને આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યોની વિરૂધ્ધ મામલો દાખલ કર્યો છે ધારાસભ્યો પર આરોપ છે કે તેમણે આપદા પ્રબંધન પ્રાધિકરણ (ડીડીએમએ)ના આદેશોની અવહેલના કારતા નિગર મુખ્ય મથકે સિવિક સેન્ટર સફાઇ કર્મચારીઓની સાથે પ્રદર્શન કર્યું અને ભારે હંગામો મચાવ્યો પોલીસ તરફથી આ પ્રદર્શનની મંજુરી આપવામાં આવી નહતી.
ફરિયાદ અનુસાર મોડલ ટાઉનના ધારાસભ્ય અખિલેશ ત્રિપાઠી,કોંડલીના ધારાસભ્ય કુલદીપ કુમાર,શાલીમાર બાગના ધારાસભ્ય વંદનાકુમારી ત્રિલોકપુરીના ધારાસભ્ય રોહિત મહરોલિયા અને મંગોલપુરીના ધારાસભ્ય રાખી બિડલાને બુધવારે લગભગ બે હજારથી વધુ સફાઇ કર્મચારીઓ સાથે નગર મુખ્ય કાર્યાલય પર પ્રદર્શન કર્યા હતાં.
ત્યારબાદ ધારાસભ્યોએ સફાઇ કર્મચારીઓ સાથે રોડ જામ કર્યો રોકવા પર પ્રદર્શનકારીઓએ પોલીસ કર્મચારીઓની સાથે હાથાપાઇ કરી તેમાં નવ પોલીસ કર્મચારીઓને ઇજા પણ થઇ છે.પ્રદર્શનકારીઓના પ્રદર્શનને કારણે કમલા માર્કેટના એસીપી અનિલકુમારને ઇજા લાગી અને તેમની એક આંગળી તુટી ગઇ છે.
પ્રદર્શનને ઉગ્ર જાેતા તમામ ધારાસભ્ય ત્યાંથી ચાલ્યા ગયા હતાં પોલીસે પાંચેય ધારાસભ્યો સહિત તોફાનીઓની વિરૂધ્ધ મહામારી અધિનિયમ,સરકારી આદેશનો ભંગ,સરકારી કામમાં અવરોધ પહોંચાડવા હેઠળ મામલો દાખલ કર્યો છે. મામલા પર કાર્યવાહી કરતા પોલીસે તોફાન કરનારા ૧૩ લોકોને હિરાસતમાં પણ લીધા છે.HS