આમ આદમી પાર્ટી ની વિદ્યાર્થી પાંખ દ્વારા ટેબલેટ મુદ્દે રાજકોટ કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું
રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2019 માં વિવિધ પ્રોફેસનલ અને નોન પ્રોફેશનલ કોર્ષ માં પ્રવેશ મેળવનાર લગભગ 70000 જેટલા વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા 1000 લીધા હોવા છતાં હજુ પણ 2.5 વર્ષ જેટલો સમય થયો હોવા છતાં ટેબલેટ આપી શકી નથી.
આ બાબતે વિવિધ સનગઠનો અને સંસ્થા દ્વારા વિરોધ કરવા છતાં રાજ્ય સરકાર વિદ્યાર્થીઓ ને ટેબ્લેટ આપી શકી નથી.જેના અનુસંધાને આજ રોજ આમ આદમી પાર્ટી ની વિદ્યાર્થી પાંખ સી.વાય.એસ.એસ. ના પ્રમુખ સૂરજ બગડા દ્વારા રાજકોટ કલેકટર ને એક આવેદનપત્ર આપવમાં આવ્યું અને
ચીમકી ઉચ્ચારવામા આવી કે જો વિદ્યાર્થીઓ ને થોડા સમય માં ટેબ્લેટ આપવમાં નહીં આવે તો અમારા આંદોલન ને દરેક જિલ્લા અને તાલુકા ની કોલેજ માં લઇ જવામાં આવશે.
સુરજ બગડા એ જણાવ્યું કે જો સરકાર વિદ્યાર્થીઓ ને ટેબ્લેટ આપવા સક્ષમ ન હોય તો વિદ્યાર્થીઓ એ ભરેલ પૈસા વ્યાજ સાથે પરત કરે.