આયુર્વેદના ડૉક્ટર્સ પણ સર્જરી કરી શકશે
નવી દિલ્હી, આયુર્વેદના ડોક્ટરો હવેથી ૫૮ પ્રકારના રોગોમાં સર્જરી શકશે. કેન્દ્ર સરકારે નવો સુધારો કરી આ માટે મંજૂરી આપી હતી. આ પરવાનગી બાદ આયુષ મંત્રાલયે જણાવ્યું હતું કે, આયુર્વેદના ડોક્ટરોને ૨૦૧૬થી તબીબી ઓપરેશન માટે મંજૂરી મળેલી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ માટે એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું.
મેડિકલ અભ્યાસ અને આયુર્વેદ પ્રેક્ટિસને નિયંત્રિત કરતાં સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયન મેડિસિન (સીસીઆઈએમ)એ ઈન્ડિયન મેડેસિન સેન્ટ્રલ કાઉન્સિલ ય(પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદ એજ્યુકેશન) રેગ્યુલેશન ૨૦૧૬માં સુધારો કરતાં આ માટેનો માર્ગ મોકળો થયો હતો. આ સુધારા બાદ હવે આયુર્વેદના અનુસ્નાતક વિદ્યાર્થીઓ જનરલ સર્જરી કરી શકશે. આ પગલાંને એક મોટો સુધારો માનવામાં આવી રહ્યો છે.
આયુષ મંત્રાલયે જણાવ્યું હતું કે, નવા જાહેરનામાનો મતલબ એ નથી કે, ૨૦૧૬ની જાેગવાઈઓમાં કોઈ પરિવર્તન કરવામાં આવશે. મંત્રાલયે જણાવ્યું હતું કે, આયુર્વેદ કોલેજાેમાં શાલ્યા (જનરલ સર્જરી) અને શાલાક્ય (નાક, ગળા, આંખ, માથું, ઓર્થાેપેડિક) સ્વતંત્ર વિભાગ છે. જેઓ આ પ્રકારની સર્જરી કરી શકશે. આ પરિભાષાઓ અંગે કોઈ સંગઠન કે વ્યક્તિગત રીતે કોઈનો ઈજારો નથી. જાેકે કેન્દ્ર સરકારના આ પગલાં સામે ઈન્ડિયન મેડિસિન એસોસિએશન (આઈએમએ) દ્વારા સખ્ત વાંધો નોંધાવવામાં આવ્યો હતો. આઈએમએ જણાવ્યું હતું કે, આ એક પાછળ ધકેલનારો નિર્ણય છે. અમે સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયન મેડિસિનના આ નિર્ણયની ટીકા કરીએ છે.
આયુર્વેદને આધુનિક દવાઓમાં પ્રેક્ટિસ કરવાનો કોઈ અધિકાર નથી. તેમને આધુનિક ટેકનીકો, ટેકનીકલ ટર્મસનો કોઈ અધિકાર નથી. આઈએમએ એક લક્ષ્મણ રેખા દોરવામાં આવી હતી. જેને તેઓ પોતાના જાેખમે ઓળંગી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ વિશ્વભર અને ભારતમાં કોરોના મહામારીએ પગ જમાવ્યો છે ત્યારે કેન્દ્ર દ્વારા આરોગ્ય ક્ષેત્રના આધુનિક ઉપચારોને પરંપરાગત ઉપચારોમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, એમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.