“આયુર્વેદિક ઉકાળો અને યોગ એ કોવીડ ૧૯ સામે લડવા માટેનો એક અકસીર ઈલાજ છે.” – કેન્દ્રીય આયુષ મંત્રી, શ્રીપદ નાયક
“મિનિસ્ટ્રી ઓફ આયુષ ની એડવાઈઝરી ને આજે માત્ર ભારત દેશ માં જ નહિ પરંતુ સમર્ગ વિશ્વ માં અનુસરાય કરાય છે.” – કેન્દ્રીય આયુષ મંત્રી, શ્રીપદ નાયક.
આજે સમર્ગ વિશ્વ માં અદ્રશ્ય અને જીવલેણ એવા કોરોના વાયરસ મહારોગ ને લીધે હાહાકાર સર્જાયો છે, તેને લીધે સેકંડો લોકો ના મૃત્યુ થયા છે અને લાખો લોકો આ વાયરસ થી સંક્રમિત થયા છે ત્યારે મોટા ભાગના દેશો માં સંપૂર્ણ કે આંશિક લોકડાઉન ની પરિસ્સ્થીતિ છેલ્લા એક મહિના થી વધુ પ્રવર્તી રહી છે.
અદ્યતન સાયન્સ તથા એલોપેથી જયારે હજુ સુધી આ વાયરસ સામે કોઈ નક્કર રસી શોધી નથી શક્યું ત્યારે એક માત્ર આપણી પ્રાચીન ભવ્ય સંસ્કૃતિ ને આધીન આયુર્વેદિક અને હોમીઓપેથીક શાસ્ત્ર માં બતાવેલ ઉપચાર થી રોગપ્રતિકારક શક્તિ વધારી ને આ વાયરસ સામે રક્ષણ કરવું શક્ય બન્યું છે.
તાજેતર માં, આયુષ વિભાગ દ્વારા લેવામાં આવેલા નક્કર અને સજાગ પગલાંઓ ને લીધે કોવીડ-૧૯ પર જે કાબુ મેળવ્યો છે તે આજે વૈશ્વિક મંચ પર પ્રશંસાને પાત્ર બન્યો છે. આ વિષય પર વિદ્યાર્થીઓ, વાલીમિત્રો અને ફેક્લટી મેમ્બર્સ સાથે વિસ્તૃત વાત કરવા તા.૦૩ મે ૨૦૨૦ ના રોજ સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા એક ખાસ ઓનલાઇન સેશન નું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં એકમાત્ર મુખ્ય વક્તા તરીકે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રીમાન શ્રીપદ યેસો નાયક, આયુર્વેદ, યોગ અને નિસર્ગોપચાર, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી (આયુષ) વિભાગ ના મંત્રી શ્રી અને સંરક્ષણ રાજ્ય પ્રધાનના કેન્દ્રીય રાજ્ય પ્રધાન (સ્વતંત્ર હવાલો) ને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી દ્વારા આયોજિત આ ઓનલાઇન સેશન માં ૫૦૦૦ થી વધુ પાર્ટિસિપન્ટસ એ ભાગ લીધો હતો, તેમાં મુખત્વે તમામ સ્ટાફ મેંબર્સ, હાલ ભણી રહેલા તેમ જ દેશ અને વિદેશો માં સ્થાયી થયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વાલીમિત્રોએ ખુબ ઉત્સાહભેર હાજર રહ્યા હતા. વેબિનાર ની શરૂઆત માં યુનિવર્સિટી ના પ્રેસિડેન્ટ શ્રી રિષભ જૈન, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી આદિ જૈન અને પ્રોવોસ્ટ ડો. કાર્તિક જૈન દ્વારા માનનીય મંત્રી શ્રીપદ નાયક નું ઉષ્માભેર, લાગણીશીલ અને સન્માનપૂર્વક સ્વાગત કર્યું હતું.
શ્રી રિષભ જૈને જણાવ્યું હતું કે, વિશ્વ માં આજે સૌથી કપરો સમય ચાલી રહ્યો છે તેવા સમય માં આજે સૌ કોઈને આયુષ વિભાગ પર આશા અને ભરોસો છે. સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી એ પહેલ કરીને ઉમદા હેતુ હેઠળ પોતાના ગાંધીનગર કેમ્પસ ખાતે આવેલી હોસ્ટેલ અને હોસ્પિટલ ની જગ્યા ને જો જરૂર પડે તો કવોંરોનટાઇલ માટે ફાળવવા ગુજરાત સરકાર ને નમ્ર અપીલ કરી છે અને જેની સ્વીકૃતિ પણ પ્રાપ્ત થઇ છે. તેઓએ સ્વર્ણિમ યુનિવર્સિટી ના હેલ્થ સાયન્સ વિભાગ દ્વારા શરુ આવેલ વિવિધ પ્રવૃતિઓ જેમ કે આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તારોમાં વિના મુલ્યે ઉકાળા નું વિતરણ, ઈ-ટેલી મેડિસિન કાઉન્સેલિંગ જેવા ઇનિશિએટિવ વિષે માહિતગાર કાર્ય હતા.
મંત્રી શ્રી એ પોતાના મંતવ્યમાં તાજેતર માં દેશભર માં કોવીડ-૧૯ ને લીધે પ્રવર્તી રહેલી સ્થિતિ વિષે વાત કરી હતી. દેશભર માં આજે લોકડાઉંન ને ૪૨ થી વધારે દિવસો પસાર થઇ ગયા છે અને હજુ ૧૫ દિવસ સુધી લોકડોવન લંબાવાયું છે.
તેઓ એ જણાવ્યું હતું કે, કોરોના વાયરસ છીંક કે ઉધરસ ખાવાથી અને એકબીજા ના સંપર્ક માં આવાથી તરત ફેલાય છે. આ વાયરસ ની કોઈ નક્કર કોઈ દવા કે રસી શોધાઈ નથી.સોશ્યિલ ડિસ્ટન્સ, સ્વચ્છતા અને રોગપ્રતિકારક શક્તિ માં વધારો એ જ આ વાયરસ થી બચવાની એક માત્ર ઉપાય છે. લોકો એ જાહેર માં થૂંકવું કે છીંક ખાવી ના જોઈએ, પોતાના મુખ પાર માસ્ક રાખીને ને જ બહાર નીકળવું જોઈએ અને વારંવાર હાથ ધોવા જોઈએ જેથી વાયરસ આગળ પ્રસરી ના શકે. કોરોના વાયરસ કોઈ પણ ધાતુ પર ઘણા લાંબા સમય સુધી જીવિત રહે છે તેથી જ આપણે સૌને સ્વચ્છતા નું સંપૂર્ણ પાલન કરવું જોઈએ.
સારી ખોરાક ની આદત, બેલેન્સ ડાયેટ, યોગા, શારીરિક કસરત એ પણ ખુબ અગત્યનો રોલ ભજવે છે. યોગા માટે અપને કોઈ પણ અદ્યતન જિમ ની સુવિધાની જરૂર નથી.
આયુષ મિનિસ્ટ્રી ની ગાઇડલાઇન મુજબ રસોઈમાં હલ્દી (હળદર), જીરા (જીરું), ધાણીયા (ધાણા) અને લહસૂન (લસણ) ની ભલામણ કરવામાં આવી છે. તેમ જ તુલસી (તુલસી), દાલચિનીમાંથી બનાવેલ હર્બલ ચા / ઉકાળો, (તજ), કાલિમિર્ચ (કાળા મરી), શુંથી (સુકા આદુ) અને મુનાક્કા(કિસમિસ) – દિવસમાં એક કે બે વાર, ગોળ (કુદરતી ખાંડ) અને / અથવા તાજી તાહતા લીંબુનો રસ, પીવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. આ વસ્તુઓના સેવન ની રોગપ્રતિકારક શક્તિ માં વધારો થાય છે અને કોરોના વાયરસ સામે લડવામાં અસરકારક સાબિત થાય છે.
મંત્રી શ્રી એ યુવાનો ને આ સમય માં સ્ટાર્ટઅપ અને ઇનોવેશન માટે ઉત્તમ સમય બતાવ્યો છે અને જણાવ્યું હતું સમય નો મહત્તમ સદુપયોગ ઉપયોગ કરવો જોઈએ, નવીનતમ અને રિસર્ચ કાર્યો માટે કોવીડ-૧૯ એ એક અમૂલ્ય તક છે.
મિનિસ્ટ્રી ઓફ આયુષ ની એડવાઈઝરી ને આજે માત્ર ભારત દેશ માં જ નહિ પરંતુ સમર્ગ વિશ્વ માં અનુસરાય કરાય છે. હોમીયોપેથી અને આયુર્વેદિક માં સ્ટાર્ટઅપ કરવાનો આ એક ઉત્તમ સમય છે. છેલ્લા બે મહિનાઓ માં આયુષ ડીપાર્ટમેન્ટ દ્વારા જણાવેલ ઉપચારો ની માંગ માં ૧૦૦ ટકા થી વધારે વૃદ્ધિ નોંધાયી છે. તેઓ એ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ની પ્રશંશા અને આભાર વ્યક્ત કર્યો હતો જેઓ એ મન કી બાત કાર્યક્રમ માં આયુષ ડીપાર્ટમેન્ટ ની કામગીરી ને બિરદાવી હતી અને લોકો ને અનુરોધ કર્યો હતો કે કોરોના વાયરસ સામે સુરક્ષિત રહેવા માટે દેશી ઉપચાર જે આયુષ ડીપાર્ટમેન્ટ ની એડવાઈઝરી માં દર્શાવેલ છે તેને અનુસરે.
શ્રીપદ નાયક જી એ જણાવ્યું હતું કે, આપણે સૌએ સાથે મળીને ભારત દેશ ને વિશ્વ માં મજબૂત ઈકોનોમી બને તે માટે સખત પ્રયત્ન કરવો જોઈએ.
કાર્યક્રમ માં અંતે, સ્વર્ણિમ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન યુનિવર્સિટી ના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી આદિ જૈન એ આભારવિધિ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ આપણા સૌનું સદ્ભાગ્ય છે કે આટલા વ્યસ્ત કાર્યસમય માં પણ મંત્રી શ્રી શ્રીપદ નાયક જી એ પોતાનો અમૂલ્ય સમય ફાળવીને આપણી સૌની જોડે પોતાનું મંતવ્ય રજુ કર્યું. તેઓ એ જણાવ્યું હતું કે, મંત્રી શ્રી હંમેશા કહેતા હોય છે કે આપણે સૌએ સાથે મળીને ભારત દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે અથાગ પ્રયત્નો કરવા જોઈએ. એમના નેતૃવ હેઠળ આજે આયુષ ડીપાર્ટમેન્ટ ખુબ પ્રગતિ કરી રહ્યું છે જેની પ્રશંસા સમર્ગ વિશ્વ માં થઇ રહી છે.
સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેટશન યુનિવર્સિટી ના હેલ્થ સાયન્સ વિભાગ ના એકેડેમિક ડિરેક્ટર, પ્રોફે.હિરેન કડીકરે પોતાની આભાર વિધિ માં મંત્રી શ્રી નો અંતઃકરણપૂર્વક સમર્ગ સ્વર્ણિમ પરિવાર તરફ થી આભાર વ્યક્ત કર્યો હતો. તેઓ એ જણાવ્યું હતું કે, શ્રીપદ નાયક જી નું મંતવ્ય તમામ વિદ્યાર્થીઓ, વાલી મિત્રો અને સ્ટાફ માટે ખુબ પ્રેરણાત્મક અને ઊર્જાભેર રહ્યું હતું.
પ્રેસિડેન્ટ શ્રી રિષભ જૈન એ ખાસ જણાવ્યું હતું કે, સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી ભારત સરકાર, આયુષ ડીપાર્ટમેન્ટ અને ગુજરાત સરકાર દ્વારા કોરોના વાયરસ સામે લડવા રજુ કરેલ એડવાઈઝરી ને અનુસરવા કટિબદ્ધ છે અને ભવિષ્યમાં પણ કોઈ પણ રિસર્ચ, સ્ટાર્ટઅપ અને ઇનોવેશન માટે તમામ સ્વર્ણિમ પરિવાર સદા અગ્રેસર છે.
આ સાથે, સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી ના તમામ સ્ટાફ મેમ્બર્સ, મેનેજમેન્ટ, વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા સતત ૨ મિનટ સુધી તાળીઓ ના ગણગણાટ સાથે આપણા સૌના લોકલાડીલા, માનનીય અને વિશ્વમાં સર્વપ્રસિદ્ધ એવા ભારત દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, માનનીય કેન્દ્રીય મંત્રી શ્રીમાન શ્રીપદ યેસો નાયક, ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને અન્ય તમામ માનનીય મંત્રીઓ તથા વહીવટી અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, મીડિયા કર્મચારીઓ, મ્યુનિસિપલ કોર્પોરેશન ના સ્ટાફગણ, બધા જ તબીબી અને પેરા તબીબી સ્ટાફ ને હૃદયપૂર્વક સર્વોચ્ચ સન્માન સાથે બિરદાવ્યા હતા.
ભારત સરકારના લોકહિત ને ધ્યાન માં રાખી ને લેવામાં આવેલા તત્કાલીન અને નિર્ણયાત્મક પગલાંઓને લીધે આજે ભારત દેશ આ આફત સામે લડવામાં ઘણું સક્ષમ રહ્યું છે. સમયસર લોકડાઉન, જીવનજરૂરિયાત ની વસ્તુઓ ને દેશ ના ખૂણે ખૂણે સુધી દરેક વ્યક્તિ ને પહોંચે તેવી સુગમ સપ્લાય ચેન મૅનેજમેન્ટ, તબીબી સારવાર અને કૌરોન્ટાઇલ માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે એ આપણા સૌ માટે ગર્વ લેવા જેવી બાબત છે.