આયુર્વેદીક દવાઓ દુધ સાથે લેતા હોવ તો ચેતી જજો

અમરેલીમાં વનસ્પતિનો ગળો દૂધ સાથે લેતા યુવાનનું મૃત્યુ-આયુર્વેદ અને દેશી વૈદુંની જાણકારી વગર પ્રયોગો કરતા લોકો માટે ચેતવણી રૂપ કિસ્સો
અમરેલી, આયુર્વેદ તેમજ દેશી વૈદુંની અપુરતી જાણકારી મેળવીને ઘણા બધા લોકો ઘરમાં જ રોગોનો ઈલાજ કરે છે પરંતુ કયારેક આ ઈલાજ જીવલેણ સાબિત થાય છે. આવા જ એક બનાવમાં અમરેલીના ૩૭ વર્ષના હરદેવસિંહ ધર્મેન્દ્રસિંહ ભદોરિયાએ ડાયાબિટીસની બિમારીના કારણે વનસ્પતિનો ગળો દૂધ સાથે લેતા જીવ ગુમાવ્યો હતો.
અમરેલીમાં વિચિત્ર કિસ્સો સામે આવતા ગત તા.૧પ ના રોજ એક વ્યક્તિએ વનસ્પતિ ગળો દૂધ સાથે લીધા બાદ વ્યક્તિને ઝેરી અસર થઈ હતી. ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા જયાં ડોકટરે તપાસ્યા બાદ મૃત જાહેર કરાયા હતા.
આ બનાવની જાણ જેતપુરમાં રહેતા પર વર્ષના કમલેશભાઈ રામસિંહ કનોજીયાએ પોલીસમાં કરી હતી. અને જણાવ્યું હતું કે હરદેવસિંહ ધર્મેન્દ્રસિંહ ભદોરિયા (ઉ.૩૭)રહે. અમરેલીએ એકાદ વર્ષથી ડાયાબિટીસની બીમારી હોય
જેને લીધે તેને ડોકટરની સલાહ વગર જ વનસ્પતિ ગળો દૂધ સાથે લેતા ઝેરી અસર થઈ હતી અને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં હોસ્પિટલના ડોકટરે મૃત જાહેર કરાયા હતા. પોલીસ વધુ તપાસ હાથ ધરી હતી.