Western Times News

Gujarati News

આયુષમાન ખુરાનાએ ભત્રીજીની ઝલક બતાવી

મુંબઈ, બોલિવૂડ અભિનેતા અપારશક્તિ ખુરાના અને તેની પત્ની આકૃતિ અહૂજાએ તાજેતરમાં જ દીકરીનું પરિવારમાં સ્વાગત કર્યું છે. આ કપલે બાળકીના જન્મની જાણકારી પોતાના સોશિયલ મીડિયા પર કરી હતી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો અને ફેન્સ આ કપલને શુભકામનાઓ પાઠવી રહ્યા છે અને બાળકીના સારા જીવનની કામના કરી રહ્યા છે. અપારશક્તિ ખુરાનાના ભાઈ આયુષમાન ખુરાનાએ પોતાની ભત્રીજીની પ્રથમ તસવીર શેર કરી છે. આ તસવીરમાં અપારશક્તિની દીકરીનો ચહેરો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે અપારશક્તિ અને આકૃતિએ પોતાની દીકરીનું નામ આરઝોઈ રાખ્યું છે. આયુષમાન ખુરાનાએ રવિવારના રોજ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટની સ્ટોરી પર એક ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં આરઝોઈ પિતા અપારશક્તિ ખુરાનાના ખોળામાં સુતેલી જણાઈ રહી છે. પિતા અને દીકરીની આ ક્યુટ તસવીરને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે. આ પહેલા આકૃતિ અહુજાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી દીકરી આરઝોઈની એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં અપારશક્તિ અને દીકરી આરઝોઈ સુઈ રહ્યા હતા.

જાે કે આકૃતિએ શેર કરેલી તસવીરમાં આરઝોઈનો ચહેરો નહોતો ખાતો. આકૃતિ અહુજાએ આ તસવીર શેર કરીને અપારશક્તિ ખુરાનાને એનિવર્સરીની શુભકામનાઓ આપી હતી. અપારશક્તિ ખુરાનાએ ૨૭મી ઓગસ્ટના રોજ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક કાર્ડની તસવીર શેર કરી હતી. તેના પર લખ્યુ હતું કે, અપારશક્તિ અને આકૃતિ ૨૭ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ આરઝોઈ એ ખુરાનાનું પ્રેમથી સ્વાગત કરીએ છીએ.

જૂન મહિનામાં તેણે પત્ની આકૃતિ ગર્ભવતી હોવાની જાણકારી આપી હતી. અપરાશક્તિ ખુરાના અને આકૃતિ અહુજાએ ૭ સપ્ટેમ્બર, ૨૦૧૪ના રોજ લગ્ન કર્યા હતા. વર્ક ફ્રંટની વાત કરીએ તો અપારશક્તિ ખુરાના અત્યારે ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થયેલી ફિલ્મ હેલમેટમાં જાેવા મળ્યો હતો. આ ફોમેડી ફિલ્મના ડિરેક્ટર સતરામ રામાણી છે. ફિલ્મમાં અપારશક્તિ સિવાય પ્રાનૂતન બહલ, અભિષેક બેનર્જી અને આશીષ વર્મા પણ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.