Western Times News

Gujarati News

આયુષમાન ભારત: જમ્મુ અને કાશ્મીરના તમામ રહેવાસીઓને આવરી લેવાશે

પ્રધાનમંત્રી 26 ડિસેમ્બરે આયુષમાન ભારત PM-JAY સેહતનો પ્રારંભ કરશે; 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 ડિસેમ્બર 2020ના રોજ બપોરે 12 વાગે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આયુષમાન ભારત PM-JAY સેહતનો પ્રારંભ કરશે. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના તમામ લોકોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે. આ યોજનાથી સાર્વત્રિક આરોગ્ય કવરેજ સુનિશ્ચિત થશે અને આર્થિક જોખમ સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે અને તમામ લોકો અને સમુદાયોને ગુણવત્તાપૂર્ણ તેમજ પરવડે તેવા દરે આવશ્યક આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરી શકાશે. કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ જમ્મુ અને કાશ્મીરના લેફ્ટેનન્ટ ગવર્નર પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.

આ યોજના કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના તમામ રહેવાસીઓને વિનામૂલ્યે વીમા કવચ પૂરું પાડે છે. તે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના દરેક રહેવાસીઓને પરિવાર દીઠ રૂપિયા 5 લાખ સુધીનું આર્થિક કવચ ફ્લોટર આધારે પૂરું પાડે છે.

તે 15 લાખ (અંદાજે) વધારના પરિવારોને PM-JAYના પરિચાલન વિસ્તરણ માટે જોગવાઇ પૂરી પાડે છે. PM-JAYને કેન્દ્રમાં રાખીને ઇન્શ્યોરન્સ મોડમાં આ યોજનાને સંચાલિત કરવામાં આવશે. આ યોજનાના લાભો સમગ્ર દેશમાં પોર્ટ થવા પાત્ર રહેશે. PM-JAY યોજના હેઠળ પેનલમાં સામેલ હોસ્પિટલોમાં આ યોજના હેઠળ પણ સેવાઓ પૂરી પાડવામાં આવશે.

સાર્વત્રિક આરોગ્ય કવરેજ (UHC)માં આવશ્યક, ગુણવત્તાપૂર્ણ આરોગ્ય સેવાઓ, આરોગ્ય પ્રોત્સાહનથી માંડીને નિવારણ, સારવાર, પુનર્વસન અને ઉપશામક સંભાળ સહિતની સેવાઓ સામેલ કરવામાં આવી છે અને તેનાથી દરેકને સેવાઓ ઉપલબ્ધ થશે, લોકોને આરોગ્ય સેવાઓ માટે મોટી રકમની ચુકવણીના પરિણામે આવતા આર્થિક પરિણામો સામે સુરક્ષા મળશે અને અને લોકોને ગરીબી તરફ આગળ વધવાના જોખમમાં ઘટાડો થશે. આયુષમાન ભારત કાર્યક્રમ, તેના મુખ્ય બે આધારસ્તંભ – આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના –ની મદદથી UHC પ્રાપ્ત કરવાની દૂરંદેશી ધરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.