આયુષ્માનની પત્ની રેસ્ટોરાંમાં દીકરાને ભૂલી ગઈ હતી
મુંબઈ, આયુષ્માન ખુરાનાની ડિરેક્ટર-લેખિકા-પત્ની તાહિરા કશ્યપ હાલમાં જ લોન્ચ થયેલા તેના પુસ્તક ‘ધ ૭ સિન્સ ઓફ બીંગ ધ મધર’ને લઈને ચર્ચામાં છે. તાહિરા કશ્યપ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે ઘણીવાર આયુષ્માન સાથેની થ્રોબેક તસવીરો શેર કરતી રહે છે.
હાલમાં તેણે જ્યારે તે નવી-નવી મમ્મી બની ત્યારે કેવા સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો તેના વિશે વાત કરી હતી. જણાવી દઈએ કે, કપલ બે બાળકોના માતા-પિતા છે. દીકરાનું નામ વિરાજવીર છે અને દીકરીનું નામ વરુષ્કા છે. હાલમાં એક વેબ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યૂમાં તાહિરા કશ્યપે ખુલાસો કર્યો હતો કે, એકવાર રેસ્ટોરાંમાં લંચ લીધા બાદ તે તેના દીકરાને ત્યાં જ ભૂલી ગઈ હતી.
દીકરા વિરાજવીરના જન્મ બાદ પહેલીવાર જ્યારે તે મિત્રો સાથે બહાર ગઈ હતી ત્યારે આ થયું હતું. તેણે કહ્યું હતું કે ‘હું મારા બાળકને પણ રેસ્ટોરાંમાં ભૂલી ગઈ હતી. હું મારું બેગ ન ભૂલી, બિલ ચૂકવવાનું પણ ન ભૂલી પરંતુ મારા બાળકને ભૂલી ગઈ હતી. વેટર દોડતો-દોડતો મારી પાસે આવ્યો હતો અને કહ્યું હતું કે મેમ તમે તમારા બાળકને ભૂલી ગયા.
હું એટલી શરમજનક સ્થિતિમાં મૂકાઈ હતી અને લોકો મારી સામે તાકી રહ્યા હતા. આગળ તેણે ખુલાસો કર્યો હતો કે, જાહેર રજાના દિવસે પણ તે તેના બાળકોને સ્કૂલે મૂકવા જતી હતી. ‘હું તેવુ પણ કરી ચૂકી છું.
આ ભૂલો આજે પણ ખતમ થવાની નામ લેતી નથી પરંતુ હવે હું મારી જાતને વધારે માફ કરી દઉ છું. મારી બીમારી દરમિયાન જ્યારે મારી માતા બધુ સંભાળતી હતી ત્યારે પણ. તે જ મારા બાળકોને ટિફિન આપતી હતી અને મને ચિંતા થતી હતી ‘અરે તે સતત બે દિવસથી બાળકોને ચીઝ સેન્ડલવિ આપી રહી છે. તે કેટલું અનહેલ્ધી છે’. પરંતુ હવે મને થાય છે કે ‘તે કેટલું મહત્વનું છે?’ હવે હું બાબતોને જતી કરતા શીખી છું’, તેમ તેણે ઉમેર્યું હતું.SSS