આયુષ શર્માએ સલમાન સાથે બાથ ભીડી
મુંબઈ: સલમાન ખાન ફિલ્મ્સ પ્રોડક્શનની ફિલ્મ અંતિમ. ધ ફાઇનલ ટ્રુથ સલમાન ખાન અને આયુશ શર્મા મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે. ફિલ્મને મહેશ માંજરેકર દ્વારા નિર્દેશિત કરવામાં આવી રહી છે અને જ્યારથી આયુષે સલમાન ખાનનો ફર્સ્ટ લુક શેર કર્યો છે. ત્યારથે અંતિમની ચારેય તરફ જાેરદાર ચર્ચા થઇ રહી છે. તો બીજી તરફ હવે સલમાન ખાનએ આયુષના ફર્સ્ટ લુકને પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો. ફર્સ્ટ લુકમાં સલમાન એક પરીપૂર્ણ સીખ અવતારમાં જાેવા મળી રહ્યો છે.
આ ફર્સ્ટ લુકમાં સલમાનની બોડી એકદમ દમદાર લાગી રહી છે. આયુષ શર્માએ તેને કેપ્શન આપતાં લખ્યું, અંતિમની શરૂઆત. સલમાન ખાનએ આયુષ શર્માના ફર્સ્ટ લુકનો એક વીડિયો સાથે શેર કર્યો છે, જે અંતિમ. ધ ફાઇનલ ટ્રુથના વાઇબ્સ ની ઝલક રજૂ કરે છે. આયુષે આ ગહન ભૂમિકા માટે પ્રભાવશાળી રૂપાંતર કર્યું છે જે દર્શકોને અવાક કરી રહ્યું છે. તેમને આ અવતારમાં પહેલાં ક્યારેય જાેયા નથી,
આયુષ પહેલાંથી વધુ હોટ અને ફીટ લાગે છે જેથી દર્શકો પ્રભાવિત થઇ રહ્યા છે. સલમાન ખાનએ પહેલાં શેર કર્યું હતું, હું અંતિમની રાહ જાેઇ રહ્યો છું. લોકડાઉનના કારણે એક સારા લાંબાં બ્રેક બાદ સેટ પર પરત જવું સારું રહેશે. દર્શકોને નિશ્વિતરૂપથી આ ફિલ્મ પસંદ આવશે, પહેલાં ક્યારેય જાેઇ હોય એવા એક યુનિવર્સનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અંતિમ. ધ ફાઇનલ ટ્રુથ મહેશ માંજરેકર દ્વારા નિર્દેશિત અને સલમાન ખાન ફિલ્મ્સ દ્વારા નિર્મિત છે.