આયુષ શર્મા હવે એક્શન ફિલ્મ કરવા માટે ઇચ્છુક
મુંબઇ, સલમાન ખાન ફરી એકવાર આયુષ શર્માની સાથે કામ કરવા માટે જઇ રહ્યો છે. પ્રાપ્ત અહેવાલ મુજબ સલમાન આયુષ શર્માને લઇને વધુ એક ફિલ્મ બનાવવા માટેની તૈયારીમાં છે. સલમાન ખાનને હાલમાં હિન્દી ફિલ્મના અધિકાર મળવા માટેનો ઇન્તજાર હતો. હવે અધિકાર મળી ગયા છે. જેથી ટુંક સમયમાં જ ફિલ્મ પર કામ શરૂ કરવામાં આવનાર છે. ફિલ્મ વાસ્તવિક પટકથા પર આધારિત રહેશે. સુત્રોના કહેવા મુજબ સલમાન ખાન છેલ્લા કેટલાક સમયથી આયુષ શર્માની સાથે વાત કરી રહ્યો હતો. હવે ફરી આ સપ્તાહમાં વાતચીત કરનાર છે. ફિલ્મના અન્ય કલાકારોના સંબંધમાં હજુ સુધી માહિતી મળી રહી નથી. આયુષ શર્મા સાથે થનાર બેઠકમાં અન્ય તમામ પાસા પર ચર્ચા કરવામાં આવનાર છે.
ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી કોણ રહેશે તેને લઇને ટુંક સમયમાં જ નિર્ણય કરવામાં આવનાર છે. ફિલ્મમાં આયુષ એક્શન રોલમાં નજરે પડનાર છે. મરાઠી ભાષામાં આ ફિલ્મ મુલસી, પુણેની મુલસી તાલુકાની વાસ્તવિક પટકથા પર આધારિત ફિલ્મ છે. જેમાં મેન રોલમાં ઓમ ભુતકર દ્વારા અદા કરવામાં આવી હતી. ફિલ્મમાં દર્શાવવામાં આવ્યુ છે કે આ ફિલ્મ ક્રાઇમની દુનિયા પર આધારિત ફિલ્મ છે. ફિલ્મનુ નિર્દેશન પ્રવીણ વિઠ્ટલ દ્વારા કરવામાં આવ્યુ હતુ. આયુષ ફેમ લવયાત્રી પણ સલમાન ખાન દ્વારા જ બનાવવામાં આવી હતી. આમાં આયુષની સાથે મુખ્ય અભિનેત્રી તરીકેની ભૂમિકા વારીના હુસૈન દ્વારા અદા કરવામાં આવી હતી. વારીના પણ પ્રથમ વખત ચાહકોની વચ્ચે આવી હતી. તેની ભૂમિકાની ચારેબાજુ પ્રશંસા થઇ હતી. હવે તે પણ નવી ફિલ્મમાં કામ કરી રહી છે. એમ કહેવામાં આવે છે કે આયુષ શર્મા સંજય દત્તની સાથે એક ફિલ્મમાં કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તે એક્શન ફિલ્મમાં દેખાશે