Western Times News

Gujarati News

આરજેડીએ નીતીશ કુમાર પર ચૂંટણી પરિણામમાં હેરાફેરી કરવાનો આરોપ લગાવ્યો

પટના, બિહાર વિધાનસભાની ચૂંટણીમાં નીતીશ કુમારનો 125 બેઠકો સાથે વિજય થયો છે. જ્યારબાદ રાષ્ટ્રીય જનતા દળે બિહાર ચૂંટણીના પરિણામમાં હેરફેરી કરવાનો આરોપ લગાવ્યો છે. આરજેડીનું કહેવું છે કે ષડયંત્ર તકીને ચાર-પાંચ કલાક સુધી એનડીએ ટેલીને 122 અને મહાગઠબંધનને 96-100ની વચ્ચે રખાયા હતા..

આટલું રોક્યા પછી પણ જ્યારે મહાગઠબંધન આગળ વધી રહ્યું હતું ત્યારે મુખ્યમંત્રી આવાસથી પરિણામમાં હેરાફેરી કરવા માટે સીધા જિલ્લા અધિકારીઓના ફોન આવવા લાગ્યા. ચૂંટણીનું આયોજન કરનારા તમામ લોકો રાજ્યના અધિકારીઓ જ છે.

આ અગાઉ તેજસ્વી યાદવે પણ ચૂંટણીના પરિણામ આવવામાં સમય લાગી રહ્યો હોવાની વાત પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ મામલે ચૂંટણી આયોગે કહ્યું હતું કે તેઓ ક્યારેય કોઈના પણ દબાણમાં આવીને કામ નથી કરતા.

કોરોનાની પરિસ્થિતિમાં પરિણામ આવવામાં સમય લાગે તે સ્વાભાવિક છે. મોટા ભાગની બેઠકો પર પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. જ્યાં ઉમેદવારોના મતોમાં સામાન્ય ફેરફાર છે ત્યાં ફરીથી ગણતરી કરવી પડતી હોય છે. જ્યારે આ સિવાય અન્ય કેટલાક કારણો સર પણ પરિણામ આવવામાં સમય લાગી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.