લોકડાઉન દરમિયાન એક રાજ્ય એવું પણ છે, જ્યાં સૌથી વધુ HIV ના કેસ નોંધાયા

લોકડાઉન હતું ત્યારે અસુરક્ષિત યૌન સંબંધના કારણે ઘણા લોકો થયા HIVનો શિકાર-RTI દ્વારા ચોંકાવનારો ખુલાસો
યાદીમાં મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળ ક્રમશ ૩,૦૩૭ અને ૨,૭૫૭ કેસ સાથે ચોથા અને પાંચમા નંબરે છે
નવી દિલ્હી,આરટીઆઈ દ્વારા આ ચોંકાવનારો ખુલાસો થયો છે. વર્ષ ૨૦૨૦થી ૨૧માં જ્યારે દેશમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો હતો અને દેશમાં લોકડાઉન લાગૂ હતું ત્યારે તે સમયે અસુરક્ષિત સેક્સના કારણે ૮૫ હજારથી વધુ લોકો HIV નો ભોગ બન્યા. લોકડાઉન દરમિયાન એક રાજ્ય એવું પણ છે જ્યાં સૌથી વધુ HIV ના કેસ નોંધાયા.
લોકડાઉન હતું ત્યારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ HIV ના કેસ નોંધાયા. મહારાષ્ટ્રમાં ૧૦,૪૯૮ લોકો અસુરક્ષિત યૌન સંબંધના કારણે HIV નો ભોગ બન્યા. જ્યારે બીજા નંબરે આંધ્ર પ્રદેશ રહ્યું. આ દરમિયાન આંધ્ર પ્રદેશમાં ૯,૫૨૧ લોકો HIV થી સંક્રમિત થયા. યાદીમાં ત્રીજા નંબરે કર્ણાટક છે જ્યાં ૮,૯૪૭ લોકો તેનો ભોગ બન્યા. યાદીમાં મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળ ક્રમશ ૩,૦૩૭ અને ૨,૭૫૭ કેસ સાથે ચોથા અને પાંચમા નંબરે છે.
મધ્ય પ્રદેશના આરટીઆઈ કાર્યકર ચંદ્ર શેખર ગૌરને નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશને જણાવ્યું કે વર્ષ ૨૦૨૦-૨૧માં અસુરક્ષિત સેક્સના કારણે ૮૫,૨૬૮ લોકો HIV નો ભોગ બન્યા.NALCOએ જણાવ્યું કે પ્રીપોસ્ટટેસ્ટ કાઉન્સિલિંગ બાદ HIV નો ભોગ બનેલા લોકોએ પોતે આ વાતની જાણકારી આપી.
આંકડાકીય માહિતી મુજબ વર્ષ ૨૦૧૧-૧૨થી ૨૦૨૦-૨૧ વચ્ચે અસુરક્ષિત યૌન ગતિવિધિઓના કારણે રિપોર્ટ કરાયેલા HIV કેસની સંખ્યામાં સતત ઘટાડો જાેવા મળ્યો. વર્ષ ૨૦૧૧-૧૨ માં આ સંખ્યા ૨.૪ લાખ હતી જે ૨૦૧૯થી ૨૦માં ઘટીને ૧.૪૪ લાખ થઈ અને વર્ષ ૨૦૨૦-૨૧માં તે વધુ ઘટીને ૮૫,૨૬૮ થઈ ગઈ છે.sss