આરટીઈમાં ઝાંખા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હશે તો ફોર્મ રીજેક્ટ થશ
(એજન્સી) અમદાવાદ, રાઈટ ટુ એજ્યુકેશન (આરટીઈ ) એકટ અંતર્ગત ધોરણ ૧ માં પ્રવેશ માટે ૩૦મી માર્ચથી ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ થશે. જાે કે ફોર્મ ભરતી વખતે સામાન્ય ચૂક પણ વિદ્યાર્થીનુૃ ફોર્મ રીજેક્ટ કરી શકે છે. આ વખતે આરટીઈ ની પ્રવેશ કાર્યવાહીમાં આવશ્યક દસ્તાવજાે ઓનલાઈન અપલોડ કરવાના છે.
જેમાં જાે વાલી દ્વારા ઝાંખા કે વાંધી ન શકાય એ રીતના ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હશે તો તેમના ફોર્મ રદ કરવામાં આવશે. ઉપરાંત ઝેરોક્ષ કોપીના આધારે પણ ડોક્યુમેન્ટસ અપલોડ કર્યા હશે તો તેમના ફોર્મ પણ રદ થઈ શકે છે.
આમ, વાલીઓએ ફોર્મ ભરતી વખતે ડોક્યુમેન્ટસ અપલોડ કરવામાં ખાસ કાળજી રાખવી પડશે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં ધોરણ ૧ માં આરટીઈ અંતર્ગત પ્રવેશ માટે ૩૦મી માર્ચથી ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવનાર છે. ફોર્મ ભરવાની કાર્યવાહી આ વખતે પણ ઓનલાઈન જ રાખવામાં આવી છે.
જેમાં વાલીઓ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા બાદ તેમાં માંગવા માં આવલા જરૂરી ડોક્યુમેન્ટસ પણ ઓનલાઈન જ અપલોડ કરવાના રહેશે. જાે કે દર વર્ષે ઓનલાઈન અપલોડ થયેલા ફોર્મના લીધે કેટલાંક ફોર્મ રીજેક્ટ થતાં હોવાનું સામે આવ્યુ છે. જેના પગલે પ્રવેશ કાર્યવાહી પહેલાં જ વાલીઓને ફોર્મ ભરવા માટે ખાસ તકેદારી રાખવા માટે સુચના અપાઈ છે. આરટીઈ ફોર્મ ભરવાની કાર્યવાહી વખતે જે દસ્તાવેજાે માંગવામાં આવ્યા છે તે દસ્તાવેજાેની ઓરીજીનલ કોપી જ સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે.
આ દસ્તાવેજાે અપલોડ કરતી વખતેે ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે કોઈ ડોક્યુમેન્ટ ઝાંખા કે વાંચી ન શકાય એવી સ્થિતિમાં હોવા ન જાેઈએ. ઘણાી વખત ડોક્યુમેન્ટ અપલોડ કરતી વખતે યોગ્ય રીતે સ્કેન થયુ ન હોય તો પણ ઝાંખા ડોકયુમેન્ટસ પણ અપલોડ કરી દેવામાં આવતા હોય છે. જાે કે આવા ઝાંખા કે વાંચી ન શકાય એવા ડોકયુમેન્ટસ અપલોડ કરેલા હશે તો એવા ફોર્મ રીજેક્ટ કરવામાં આવશે.
આ ઉપરાંત ઘણા કિસ્સામાં વાલીઓને ડોક્યુમેન્ટની ઓરીજીનલ કોપી મળતી ન હોવાથી તેઓ ઝેરોક્ષને જ સ્કેન કરીને અપલોડ કરી દેતા હોય છે. ફોર્મ અપલોડની કાર્યવાહી વખતે આવા ડોક્યુમેન્ટસ પણ મળતા હોઈ ઝેરોક્ષના આધારે સ્કેન કરીને અપલોડ કરેલા ફોર્મ પણ રીજેક્ટ કરવામાં આવશે.