આરટીઓમાં વાહનના કામ માટે ર૦ દિવસે માંડ એપોઈન્ટમેન્ટ મળે છે
(એજન્સી)અમદાવાદ, આરટીઓમાં વાહન સંબંધીત સેવાઓ વાહનમાં માલીકનું નામ ટ્રાન્સફર, વાહનના સરનામામાં ફેરફાર, હાઈપોથીકેશન ઉમેરો, હાઈપોથીકેશનનો ચાલુ રાખવું, અન્ય રાજયો માટેની એન.ઓ.સી. ડુપ્લીકેટ આર.સી.બુક નવી પરમીટ, રિન્યુઅલ અને ડુપ્લીકેટ પરમીટની સેવા અટકી પડી છે.
ફેસલેસ સેવા અટકી તો અરજદારોએ વાહનની કામગીરી માટે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ તરફ વળી ગયા છે. જેના લીધે અરજદારોને ર૦ દિવસ પછી એપોઈન્ટમેન્ટ મળે છે. અગાઉ વાહન સંબંધિતસેવાઓ માટે વધુમાં વધુ સપ્તાહમાં એપોઈન્ટમેન્ટ મળી જતી હતી.
સરકારી લોકોની સુવિધા માટે આધાર બેઝડ વાહન અને લાઈસન્સ સબંધીત ર૦ જેટલી સેવાઓ શરૂ કરી હતી. છેલ્લા ચાર મહિનાથી સેવામાં વારંવાર સમસ્યાઓ સર્જાતી હતી. આ સમસ્યાઓનો નિકાલ થઈ જતો હતો. પરંતુ છેલ્લા એક સપ્તાહથી વાહન સંબંધીત સેવાઓ અટકી પડી છે. જેના લીધે ઉપરોકત તમામ સેવાઓ સંબધીત અરજીઓનો નિકાલ થતો નથી.