આરતી ઈન્ડસ્ટ્રીઝ અને અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા ભરૂચમાં મેડીકલ ક્ષેત્રે સેવાયજ્ઞ
(વિરલ રાણા) ભરૂચ,આરતી ઈન્ડસ્ટ્રીઝનાં આર્થિક સહયોગથી અને અસ્મિતા વિકાસ કેન્દ્રનાં સંચાલનથી દાંતની સારવાર અને ચેકઅપ માટેના કેમ્પ ભરૂચ જીલ્લાનાં ગામડાંઓમાં કરવામાં આવી રહેલ છે.પહેલા વિવિધ ગામોમાં સર્વે કરવામાં આવે છે,ત્યાર બાદ જરૂરિયાત મુજબ જેતે ગામમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે.
દાંતનાં અનુભવી ડૉકટર અને તેઓની ટીમ આયોજન મુજબ જેતે ગામમાં જઈને લોકોને વિના મુલ્યે સારવાર,ચેકઅપ અને જરૂરી મેડીસીન આપવામાં આવે છે.માર્ચ ૨૦૨૨ થી હાલ સુધી ૧૪ પ્રાથમિક શાળામાં ૨૪૧૫ બાળકોનાં ચેકઅપ અને સારવાર કરવામાં આવી.
તેમજ ૪૦ જેટલા ગામડાઓમાં દાંતના કેમ્પનું આયોજન કરી ૯૦૩ જેટલા જરૂરીયાતમંદ દર્દીની વિનામુલ્યે સારવાર અને ચેકઅપ કરવામા આવ્યા હતા.આમ છેલ્લા ત્રણ વર્ષથી સતત ચાલતા આ સેવાયજ્ઞમાં કુલ ૧૦ હજારથી વધુ લોકોની જરૂરિયાત મુજબ સારવાર અને ટ્રીટમેન્ટ કરવામાં આવી છે.આ સેવાનો લોકોએ લાભ લીધેલ છે.
આમ આરતી ઈન્ડસ્ટ્રીઝ અને અસ્મિતા વિકાસ કેન્દ્રના સહયોગથી અથાગ પ્રયત્નો દ્વારા ગામના દરેક લોકો આ સેવાનો લાભ લે તે માટે જરૂરી પ્રચાર અને પ્રસાર પણ કરવામાં આવે છે.આ કાર્ય હજુ બાકી રહેલા ગામોમાં પણ શરૂ છે.