આરતી ગ્રૂપે ગુજરાત સ્થિત સેજલ ગ્લાસને હસ્તગત કરી
મુંબઈ, તા ૨૨ માર્ચ ૨૦૨૨ , આરતી ગ્રૂપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક અને ચેરમેન ચંદ્રકાંત વી. ગોગરી, તેમના પત્નિ જયા ચંદ્રકાંત ગોગરી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સુરેશ છેડાએ એનસીએલટી દ્વારા ગુજરાત સ્થિત સેજલ ગ્લાસમાં મોટો હિસ્સો હસ્તગત કર્યો છે.
કંપની ફેબ્રુઆરી ૨૦૧૯થી માર્ચ ૨૦૨૧ દરમિયાન સીઆઈઆરપી પ્રોસેસ હેઠળ હતી. તા. ૨૬-૩-૨૦૨૧ના એનસીએલટી ઓર્ડરના પરિણામે કંપની સીઆઈઆરપી પ્રોસેસમાંથી બહાર આવી છે. સફળ રીઝોલ્યુશન અરજદારો દ્વારા સુપરત કરાયલા રીઝોલ્યુશન પ્લાનને મંજુરી મળ્યા બાદ આમ થઈ શક્યું છે.
હવે સેજલ ગ્લાસ લી.મા મહત્તમ હિસ્સો ધરાવનારા અરજદારોમાં શ્રી ચંદ્રકાન્ત વી. ગોગરી (આરતી ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝના સ્થાપક અને ચેરમેન ઉપરાંત ફોર્બ્સ ટોપ ૧૦૦ પર્સનાલીટીમાંના એક), શ્રીમતી જયા ચંદ્રકાન્ત ગોગરી અને સુરેશ છેડા (વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉટન્ટ અને ધંધાના વહીવટની એનાલીટીકલ સ્કીલ ધરાવનાર)નો સમાવેશ થાય છે.
૧૯૯૮માં કામગીરી શરૂ કરનાર સેજલ ગ્લાસ લી. એ અગ્રણી હરોળની ગ્લાસ પ્રોસેસીંગ કંપની છે. તેનો અધતન ઉત્પાદન અને વેલ્યુએડેડ ગ્લાસ પ્રોસેસીંગનો, પ્લાન્ટ સિલ્વાસામાં દાદરા-નગર હવેલી ખાતે આવેલો છે. આ પ્લાન્ટ ૧૧૦૦૦ ચો.મીટર વિસ્તારમાં પથરાયલો છે.
અને તે અધતન ઈક્વીપમેન્ટથી સજ્જ છે. કંપની દેશભરમાં ડીલરો, ડેવલપરો અને આર્કીટેકટોનું નેટવર્ક ધરાવે છે. કંપનીએ ક્વોલીટી ગ્લાસ માટે બ્રાન્ડ ઈમેજ ઉભી કરી છે. કંપનીએ ભારતમાં ઘણા બ્લુ ચીપ પ્રોજેક્ટો જેવા કે એચયુએલ, એચસીસી, એશીયન હીયર ઈન્સ્ટીટયુટ, એરપોર્ટ ઓથોરીટીઝ, જુનીપર હવાર હયાટ બ્રીગાડેગેટવે વગેરેને ગ્લાસ સપ્લાય કરેલ છે. સેજલ ગ્લાસ લી. કંપની અત્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ પર લીસ્ટેડ છે.
કંપનીને હવે અપગ્રેડ કરી ભારતની ટોપ ગ્લાસ પ્રોસેસીંગ કંપની બનાવવાની અને મહત્તમ બજાર હિસ્સો હસ્તગત કરવાની યોજના હાથ ધરાઈ છે. રીવાઈવલ સ્ટ્રેટેજીમાં વર્તમાન પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતાનો મહત્તમ વપરાશ કરવાનો, વેચાણ વધારી કસ્ટમર બેઈઝ વધારવાનો, નિકાસ બજારની તક ઝડપવાનો, વેચાણ વૃદ્ધિ માટે ઓઈએમ ટારગેટ હાંસલ કરવાનો સમાવેશ થાય છે. વર્કીંગ કેપીટલ સાયકલનો મહત્તમ ઉપયોગ કરાશે.
મટીરીયલ કોસ્ટ ઘટાડવાનો, સપ્લાયરો જોડે વધુ સારા સંબંધો કેળવવાનો, બ્રાન્ડ ઈમેજ રીએસ્ટાબ્લીશ કરવાનો કોમ્પ્લાયન્ટ કંપની બનાવવાનો, મશીન-મેનપાવર-મનીની ઉત્પાદકતા સુધારવાનો અને પ્રોડક્ટ ડેવલપમેન્ટનો પણ આમાં સમાવેશ થાય છે.