આરબીઆઈના આદેશ મુજબ ક્રેડીટ-ડેબિટ કાર્ડ ૧૬ માર્ચથી સ્વિચ ઓન-ઓફ કરી શકાશે
મુંબઈ, ક્રેડીટ અને ડેબીટ કાર્ડની સિકયુરીટી વધારવા રિઝર્વ બેંકે તમામ બેંકોને કાર્ડયુઝર્સને જુદા જુદા પ્રકારના ઉપયોગ ઓનલાઈન, ફીઝીકલ, કોન્ટેકટ સેલ, ડોમેસ્ટીકલી અથવા આંતરરાષ્ટ્રીય જરૂરિયાત મુજબ એનેબલ- ડિસેબલ કરી શકાય તેવી સુવિધા આપવા આદેશ કર્યો છે. તેવી જ રીતે કાર્ડ-હોલ્ડર્સ કાર્ડ લીમીટની અંદર પીઓએસ, એટીએમ, ઓનલાઈન ટ્રાન્ઝેકશન અને કોન્ટ્રેકટલેસ ટ્રાન્ઝેકશનમાં નાણાં મર્યાદા સેટ કરી શકશે.
આરબીઆઈએ બેંકો અને કાર્ડ જારી કરતી અન્ય કંપનીઓને એટીએમ અથવા પોઈન્ટ ઓફ સેલ (પીઓએસ) ડિવાઈસ જેવા કોન્ટેક બેઝડ પોઈન્ટ ખાતે જ ઉપયોગ થઈ શકે એ રીતે કાર્ડ એનેબલ કરવા આદેશ આપ્યો છે. એ મુજબ કાર્ડ જયારે જારી કરાય ત્યારે પહેલેથી જ એ રીતે વ્યવસ્થા કરાઈ છે કે એનો ઉપયોગ પીઓએસ ખાતે અથવા એટીએમ ખાતે જ કરી શકાય અથવા કોન્ટેકટલેસ ટ્રાન્ઝેકશન માટે એનેબલ કરવામાં નહીં આવે. યુઝરે આવા પ્રકારના ટ્રાન્ઝેકશન માટે એ એનેબલ કરવા પડશે. હાલમાં કાર્ડ ઈસ્યુ કરવામાં આવે છે ત્યારે એનો ઉપયોગ સ્વાઈપીંગ ટ્રાન્ઝેકશન ઓનલાઈન અને કોન્ટેકટલેસ ટ્રાન્ઝેકશન માટે કરી શકાય છે. આરબીઆઈના આદેશ મુજબ કાર્ડ હોલ્ડરને કાર્ડ ઈસ્યુ થયા પછી કાર્ડ સ્વિચ ઓન અને ઓફ કરવાની સુવિધા આપવી પડશે. આરબીઆઈના નોટીફીકેશન મુજબ કાર્ડ ટ્રાન્ઝેકશનની વધારાની સુરક્ષા ૧૬ માર્ચ ૨૦૨૦થી અમલી બનશે.