Western Times News

Gujarati News

આરબીઆઈ ડિજિટલ કરન્સી લાવવાની યોજના પર કામ કરી રહી છે

નવીદિલ્હી, ડિજિટલ કરન્સી એટલે કે ક્રિપ્ટોકરન્સીના રૂપમાં આખી દુનિયામાં બિટકૉઈનની ધૂમ છે. પરંતુ કેન્દ્ર સરકાર દેશમાં બિટકૉઈન અને અન્ય ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવા જઈ રહી છે. બજેટ સત્રમાં ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ સંબંધિત એક બિલ સંસદમાં મૂકવામાં આવશે. એટલે કે સરકાર આ સત્રમાં આ બિલને પાસ કરીને હંમેશ માટે બિટકૉઈન પર પ્રતિબંધ મૂકવા માંગે છે. જ્યારે સરકાર રૂપિયાની ડિજિટલ કરન્સી લાવવા અંગે પણ વિચારી રહી છે.

શુક્રવારે શરૂ થયેલા બજેટ સત્રમાં કેન્દ્ર સરકારે ભારતમાં તમામ ખાનગી ક્રિપ્ટોકરન્સી જેવી કે બિટકૉઇન, ઈથર, રિપલ અને અન્ય પર પ્રતિબંધ મૂકવા માટે એક બિલ લિસ્ટ કર્યું છે. આ બિલમાં અધિકારિક ડિજિટલ મુદ્રા બનાવવાની જાેગવાઈ છે. એટલે કે સરકાર પોતાની ક્રિપ્ટોકરન્સી બનાવવા માટે રસ્તો બનાવી રહી છે. આ પહેલા આરબીઆઈએ ૨૫મી જાન્યુઆરીના રોજ એક બુકલેટમાં રૂપિયાની ડિજિટલ આવૃત્તિનો ઉલ્લેખ કર્યો હતો. આરબીઆઈ હાલ એવું શોધવાની પ્રયાસ કરી રહી છે કે રૂપિયાના ડિજિટલ અવતારથી શું ફાયદો થાય છે અને તે કેટલો ઉપયોગી છે.

મધ્યસ્થ બેંકની બુકલેટમાં કહેવામાં આવ્યુ હતે કે બિટકૉઈન જેવી ખાનગી ડિજિટલ મુદ્રાઓને તાજેતરના વર્ષોમાં ખૂબ જ પ્રતિસાદ મળ્યો છે. ભારતમાં નિયમનકારો અને સરકારે આ મુદ્રાઓ અંગે શંકા વ્યક્ત કરી છે, તેનાથી ઊભી થતી ખામીઓ અંગે પણ આશંકા વ્યક્ત કરી છે. તો પણ આરબીઆઈ આ અંગેની સંભાવના અંગે માહિતી મેળવી રહી છે. નોટમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જાે દેશમાં ડિજિટલ કરન્સીની જરૂરિયાત છે તો તેને કેવી રીતે ચાલુ કરી શકાય? ઉલ્લેખનીય છે કે ૨૦૧૮માં જાહેર ક્રિપ્ટોકરન્સી સાથે જાેડાયેલી ચૂકવણી માટે બેંક ચેનલના ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

૨૦૧૯માં ક્રિપ્ટોકરન્સી પર એક સરકારી બિલ કથિત રીતે ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લગાવવા અને ભારતમાં તેના ઉપયોગને ગેરકાયદે બનાવવાની માંગ કરવામાં આવી હતી. જાેકે, તેને સંસદમાં રજૂ કરવામાં આવ્યું ન હતું. છેલ્લા એક વર્ષમાં ભારતમાં ક્રિપ્ટોકરન્સીના રોકાણ સંખ્યા અને ટ્રેડિંગ વોલ્યૂમમાં ઉછાળો જાેવા મળ્યો છે. ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ જેવા કે ર્ઝ્રૈહડ્ઢઝ્રઠ અને ર્ઝ્રૈહજુૈંષ્ઠર દ્ભેહ્વીિ તરફથી પણ ફંડ એકઠું કરવામાં આવ્યું છે. હવે આ નવા બિલથી દેશમાં નવજાત ક્રિપ્ટોકરન્સી ઉદ્યોગ ખતમ થઈ શકે છે. આ બિલનો મુસદ્દો હજુ સુધી જાહેર નથી કરવામાં આવ્યો. આથી તેમાં શું શું જાેગવાઈ છે તેની માહિતી મળી શકી નથી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.