આરાધ્યાએ મમ્મી-પપ્પા સાથે દેસી ગર્લ પર ઠુમકા લગાવ્યા
મુંબઈ, અન્ય સ્ટાર કિડ્સની જેમ એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની દીકરી આરાધ્યા પણ સોશિયલ મીડિયા સ્ટાર છે. આરાધ્યા હંમેશા પોતાના પેરેન્ટ્સ સાથે જ જાેવા મળે છે. આરાધ્યાની પણ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે.
આરાધ્યા ડાન્સ કરવાની શોખીન છે. ઘણીવાર આરાધ્યાના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર આરાધ્યા બચ્ચનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જાેઈ શકાય છે કે તે પિતા અભિષેક બચ્ચન અને માતા એશ્વર્યા રાય સાથે સ્ટેજ પર ડાન્સ કરી રહી છે.
આરાધ્યા પ્રિયંકા ચોપરાના ગીત દેસી ગર્લ પર ઠુમકા લગાવી રહી છે. આ ગીત ફિલ્મ દોસ્તાનાનું છે, જેમાં પ્રિયંકા ચોપરાની સાથે સાથે જાેન અબ્રાહમ અને અભિષેક બચ્ચન પણ મુખ્ય ભૂમિકામાં હતા. આરાધ્યાની સાથે સાથે સ્ટેજ પર હાજર એશ્વર્યા અને અભિષેક પણ તેના સ્ટેપ્સ કરે છે. ત્યાં હાજર લોકો પણ તેમને પ્રોત્સાહન આપવા બૂમો પાડે છે.
ડાન્સના અંતમાં એશ્વર્યા અને આરાધ્યા ભેટી પડે છે. ઉલ્લેખનીય છે કે આ વીડિયો ૨૦૨૧નો છે. તે સમયે આરાધ્યા, અભિષેક અને એશ્વર્યા એક ફેમિલી ફંક્શનમાં શામેલ થયા હતા. તે એશ્વર્યા રાયની કઝિન શ્લેકા શેટ્ટીનું પ્રી-વેડિંગ ફંક્શન હતું, જેમાં ત્રણ લોકોએ મળીને ખૂબ ડાન્સ કર્યો હતો.
આ પહેલા પણ આરાધ્યાના અનેક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા. એકવાર આરાધ્યાએ શ્યામક ડાવરના સમર શૉમાં ડાન્સ કર્યો હતો, જેની ચર્ચા લાંબા સમય સુધી ચાલી હતી. આ વીડિયોમાં જાેઈ શકાય છે કે એશ્વર્યા રાયે સિલ્વર કલરનો ડ્રેસ પહેર્યો છે જ્યારે આરાધ્યાએ લાલ રંગનો ટ્રેડિશનલ લહેંઘો પહેર્યો છે.
અભિષેકે કુરતો અને પાયજામો પહેર્યો છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, અત્યારે તે સાઉથની ફિલ્મ પોન્નિયમ સેલવન માટે શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં તે ડબલ રોલમાં જાેવા મળશે. અભિષેક બચ્ચનના વર્ક ફ્રંટની વાત કરીએ તો તે દસવીં, બચ્ચન સિંહ, સાહિર લુધિયાનવીની બાયોપિક, હેપ્પી એનિવર્સરી અને ધૂમ ૪માં જાેવા મળશે.SSS