આરોગ્યભવન રાયપુર ખાતે આરોગ્યની ટીમના દેખાવો

અમદાવાદ, શહેરમાં કોરોનાના વાયરસને કારણે પરિસ્થિતિને કાબુમાં લેવા ખેડા નડિયાદ જેવા જિલ્લાઓમાંથી મેડીકલની ટીમોને બોલોવવામાં આવી છે. અમદાવાદના રાયપુર ખાતે આવેલા હેલ્થ સેન્ટર ખાતે આ ટીમના સભ્યોએ દેખાવો કર્યા હતા.
ખેડા જિલ્લાની મેડીકલ ટીમને અમદાવાદ મ્યુ.કોર્પેો. એ સોમવારે ઓર્ડર આપ્યો હતો અને તેમાં ખેડા જિલ્લાની ટીમને દરિયાપુર, દાણીલીમડા, શાહપુર, નવા બહેરામપુરા, જમાલપુર, સરખેજ, જોધપુર, મણિનગર જેવા સેન્સીટીવ એરીયામાં ડેપ્યુટેશન આપવામાં આવ્યુ હતું. જે આર. બી. એસ. ખેડા ટીમને મંજૂર ન હતું તેઓએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા એક અઠવાડીયાથી અમે તંત્રને અમને પડી રહેલી મુશ્કેલીઓ અંગે જણાવ્યુ હતું. છતાં તેનો કોઈ ઉકેલ ન આવતાં તેઓએ અમદાવાદ મ્યુ. હેલ્થ કમિશ્નરને આવેદન પત્ર આપ્યુ હતું.
મંગળવાર સવારથી જ આ ટીમના સભ્યો દ્વારા દેખાવો કરીને આવેદન પત્ર આપવામાં આપવામાં આવ્યુ હતું.