આરોગ્યમંત્રી કુમાર કાનાણીના પુત્રની ધરપકડ બાદ છુટકારો
સુરત: સુરત પોલીસમાં ફરજ બજાવતી મહિલા લોકરક્ષક સુનીતા યાદવ અને આરોગ્ય રાજ્યમંત્રી કુમાર કાનાણીના પુત્ર તથા મિત્રો વચ્ચે થયેલી માથાકૂટના મુદ્દે નવો વળાંક આવ્યો છે, જેમાં વરાછા પોલીસ મંત્રીના પુત્ર વિરુદ્ધ કર્ફ્યુંના જાહેરનામાં ભંગ અને એપેડમિક એક્ટના ભંગનો ગુનો દાખલ કર્યાે હતો. જેમાં તમામની ધરપકડ કરી જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ સમગ્ર મામલે સુરત પોલીસના એસીપી એ ડિવિઝનને તપાસ સોંપવામાં આવી છે. આ આખા મુદ્દે મંત્રી અને તેમના પુત્રનું નિવેદન પણ સામે આવ્યું છે. જેમાં સમગ્ર ઘટના પ્રિપ્લાન હોવાનો આક્ષેપ કરાયો છે.
છેલ્લા બે દિવસથી ગુજરાતભરમાં સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા સુરત પોલીસની મહિલા લોકરક્ષક સુનીતા યાદવના વિડીયોએ ભારે ચર્ચા જગાવી છે, સમગ્ર ગુજરાતમાં સુનીતા યાદવને લેડી સિંઘમ તરીકે સંબોધવામાં આવી રહી છે. ત્યારે લોકો તરફથી સુનીતા યાદવને સમર્થન મળતા આખરે સુરત પોલીસે કાર્યવાહી કરવાની ફરજ પડી છે, જેમાં વરાછા પોલીસે આરોગ્ય રાજ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી વિરુદ્ધ કર્ફ્યું અને એપેડમિક એક્ટના ભંગનો ગુનો દાખલ કર્યાે છે.
ઘટના અંગે એસીપી એ ડિવિઝન સી કે પટેલે જણાવ્યું હતું કે વરાછા પોલીસ દ્વારા આઈપીસી ૧૮૮, ૨૬૯, ૨૭૦ અને ૧૧૪ મુજબ ેપ્રકાશ અને અન્ય મિત્રની અટકાયત કરી છે. તમામ લોકો ગુરુવારની રાત્રે કર્ફ્યુના સમયમાં ઘરની બહાર નીકળ્યા હતાં. તો મહિલા એલઆર દ્વારા કરવામાં આવેલી વર્તણુક અંગેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે. જેમાં સાક્ષીઓના નિવેદન લેવામાં આવી રહ્યાં છે.
આ સમગ્ર ઘટના જેની સાથે બની છે, તે મહિલા એલઆર હાલ સીક લિવ પર ઉતરી ગયા હોવાનું પણ સી. કે. પટેલે જણાવ્યું હતું. જોકે ત્યારબાદ પ્રકાશ કાનાણી અને તેમના મિત્રોની વરાછા પોલીસે ધરપકડ કરી જામીન પાત્ર ગુનો હોવાથી પોલીસ મથકમાંથી જામીન આપવામાં આવ્યા હતાં.
મહિલા લોકરક્ષક સુનિતા યાદવ સાથે થયેલી માથાકૂટ બાદ મીડિયા સાથેની વાતચીતમાં આરોગ્ય રાજ્યમંત્રી કુમાર કાનાણીએ કહ્યું હતું કે જ્યારે આખી ઘટના બની અને તેના ઓડિયો વાઈરલ થયો ત્યારે એક તરફ વાત કરવામાં આવી રહી હતી. આ ઓડિયો એડિટ કરીને બનાવવામાં આવ્યો હોવાનું હું પહેલેથી જ કહેતો આવ્યો છું, કારણ કે હવે જે વિડીયો અને ઓડિયો સામે આવ્યા છે, તેમાં એ પોલીસકર્મી કયા પ્રકારની અભદ્ર ભાષા મારા દીકરા, મને અને મારા પરિવારને કહે છે, તે દેખાય અને સંભાળ છે, પ્રધાનમંત્રી અંગે પણ તેમને ઉલ્લેખ કર્યાેે છે. આખા વિડીયોમાં મારો પુત્ર કઈ રીતે વર્તી રહ્યો છે તે દેખાય છે, સામે પક્ષે સતત ઉગ્રતા દેખાય રહી છે.
કુમાર કાનાણીએ આગળ જણાવ્યુ કે મારા દિકરાએ મને ફોન કર્યાેે પછી એ પોલીસકર્મી સાથે વાત કરી, એ તમામ બાબત વિડીયોમાં દેખાય છે, મેં મહિલા પોલીસકર્મીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, જાે મારા દિકરાએ ગુનો કર્યાેે હોય તો તમે કાર્યવાહી કરી શકો છો. પરતું તે મહિલા પોલીસકર્મી સતત બેહુદુ વર્તન કરી અપશબ્દો બોલી રહ્યા છે, મારી મીડિયાને વિનંતી છે, મારા દિકરાનો ઓડિયો અને વિડીયો તમે બતાવ્યો છે, તો હવે એ પોલીસકર્મીનો પણ ઓડિયો અને વિડીયો બતાવો એટલે ખબર પડે કે સાચી હકીકત શું છે, અત્યારે પણ મારા દિકરા સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરવી હોય તો પોલીસ કરી શકે છે,