આરોગ્ય કાર્યકર નું ધારપુર ,પાટણ ખાતે સન્માન કરવામાં આવ્યું
રાધનપુર તાલુકાના આરોગ્ય કાર્યકર ચાવડા ચિરાગ આરોગ્ય ની ફરજ સાથે સામાજિક કાર્ય કરી રાધનપુર ના તમામ ટીબી ના દર્દી ને કઠોળ કીટ આપી હતી પોતાના જન્મ દિવસે કેક નહિ પરંતુ ટીબીના દર્દી ને કઠોળ કીટ આપી હતી આ અગાઉ પણ આવા દર્દી ને કઠોળ કીટ નું વિતરણ કરેલ હતું આ સાથે સહાનુભૂતિ અને સેવા નું કાર્ય કરવા બદલ આરોગ્ય કાર્યકર ને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય જિલ્લા ટીબી ઓફિસરશ્રી ભરત ગોસ્વામી મેડિકલ ઓફિસરશ્રી પી આઇ પટેલ તેમજ ટીબી સુપરવાઇઝર શ્રીઓ અને આરોગ્યસ્ટાફની ઉપસ્થિતિમાં આરોગ્ય કાર્યકરને પ્રમાણપત્રપ આપી ધારપુર ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું