આરોગ્ય ક્ષેત્રે ભયંકર નુકસાન પણ આર્થિક મોરચે કેન્દ્ર માલામાલ
નવીદિલ્હી, દેશમાં કોરોનાની બીજી લહેર ભારતના આરોગ્ય માળખા માટે ભલે તારાજી અને પાયમાલી લઈને આવી હોય, તેમ જ સામાન્ય માણસનું જનજીવન ભલેને અસ્તવ્યસત થઈ ગયું હોય પણ કેન્દ્ર સરકારની આવકમાં આ મહિને પણ વધારો થયો છે.
મહત્વનું છે કે દેશનું જીએસટી કલેક્શન એપ્રિલ મહિને તેના રેકોર્ડ લેવલ ૧.૪૧ લાખ કરોડના આંકે પહોંચી ગયું છે, અને એક રીતે આ માની શકાય કે મંદીમાંથી બહાર આવવા માટે મથી રહેલી ભારતની અર્થવ્યવસ્થા માટે આ ઘણા સારા સમાચાર છે, ભલે હાલમાં દેશમાં આરોગ્ય માળખું કટોકટી જેવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે,
પણ ભારતની આર્થિક પુનઃ રિકવરીમાં આ લહેર બહુ પ્રભાવક નહીં બને, આ ખબર દેશના ઘણા નાગરિકોને દેશના અર્થતંત્રમાં ભરોસો અપાવશે, અને વિદેશી રોકાણકારોનો ટ્રસ્ટ જાળવી રખાય તો ભારત જલ્દીથી ફાસ્ટ ઈકોનોમિક રિકવરી મેળવી શકે છે.
કોરોનાની બીજી લહેર હોવા છતાં, તેની અસર ભારતીય અર્થવ્યવસ્થા પર હજી દેખાઈ નથી.જીએસટી કલેક્શન એપ્રિલમાં રેકોર્ડ ૧.૪૧ લાખ કરોડ પર પહોંચ્યું છે. અગાઉ માર્ચમાં સૌથી વધુ જીએસટી કલેક્શન ૧ લાખ ૨૩ હજાર કરોડ હતું. દેશના અર્થતંત્ર માટે આ એક સારા સમાચાર છે.
ય્જી્ કલેક્શન સતત સાતમા મહિનામાં ૧ લાખ કરોડના આંકને વટાવી ગયું છે અને રોગચાળા પછી સતત પાંચમી વખત ૧.૧ લાખ કરોડ રૂપિયાના આંકને પાર કરી ગયો છે, જે અર્થતંત્રમાં સુધારો દર્શાવે છે.
નાણાં મંત્રાલયે જાહેર કરેલી અખબારી યાદી મુજબ, આ વખતે રૂ. ૧,૪૧,૩૮૪ કરોડ ય્જી્ તરીકે પ્રાપ્ત થયા છે, જેમાં ઝ્રય્જી્ ૨૭,૮૩૭ કરોડ, એસજીએસટી કરોડ (માલની આયાત પર એકત્રિત રૂ. ૯૮૧ કરોડ સહિત) કોરોના રોગચાળાની બીજી લહેર દેશના ઘણા ભાગોને અસર કરતી હોવા છતાં, ભારતીય ઉદ્યોગોએ ફરી એક વાર માત્ર રીટર્ન ફાઇલિંગ જેવી જરૂરિયાતોનું પાલન કર્યું નથી, પરંતુ મહિના દરમિયાન તેમના GST રિટર્ન સમયસર ભર્યા છે.
જીએસટી લાગુ થયા પછી એપ્રિલ ૨૦૨૧ માં જીએસટી કલેક્શન સૌથી વધુ છે. છેલ્લા છ મહિનાથી જીએસટી સંગ્રહમાં વૃદ્ધિના વલણને અનુરૂપ, એપ્રિલમાં જીએસટી સંગ્રહ માર્ચ કરતા ૧૪% વધારે છે. આ મહિનામાં ડોમેસ્ટિક ટ્રાન્ઝેક્શનથી આવક (સેવાઓની આયાત સહિત) અગાઉના મહિના કરતા ૨૧% વધારે છે.