Western Times News

Gujarati News

આરોગ્ય મંત્રીએ કાંકરિયા કાર્નિવલની મુલાકાત લઈ સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા

કાંકરિયા કાર્નિવલ-2024

અમદાવાદના કાંકરિયા ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગઈકાલ તારીખ 25 ડિસેમ્બરના રોજ કાંકરિયા કાર્નિવલ 2024નો ભવ્ય શુભારંભ કરાવ્યો હતો. આગામી તારીખ 31 ડિસેમ્બર સુધી ચાલનારા “કાંકરિયા કાર્નિવલ” ના બીજા દિવસે આજે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે કાંકરિયા કાર્નિવલની મુલાકાત લઈ આ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોને નિહાળ્યા હતા. આરોગ્ય મંત્રીશ્રીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત “કાંકરિયા કાર્નિવલ”ના વિવિધ આકર્ષણોને નિહાળી મ્યુનિસિપલ કોર્પોરેશન તમામ અધિકારીશ્રીઓ, ખ્યાતનામ કલાકારો અને નગરજનોને શુભેચ્છાઓ પાઠવી આ કાર્યક્રમને માણવા તેમણે નગરજનોને અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં અમદાવાદનાં મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, મ્યુનિસિપલ શાસક પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, વિવિધ વિસ્તારના ધારાસભ્યશ્રીઓ, દંડક શ્રી શીતલબેન ડાઘા, મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીશ્રીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.