આરોગ્ય વિભાગની રેડમાં ખૂલી પોલ: ઉંઝામાં વરિયાળીનું ભૂસુ ભેળવતી નકલી જીરૂ બનાવતી ફેક્ટરી ઝડપાઇ
૧૩,૮૬૦ કિલો લુઝ જીરૂ,૧૪,૪૦૦ કિલો વરિયાળીનું ભૂસુ, ૨ હજાર કિલો ક્રીમ પાઉડર કબ્જે લેવામાં આવ્યો
મહેસાણા, મહેસાણાનું ઊંઝા અને જીરું એટલે એકબીજાના પ્રયાય. એશિયાનું સૌથી મોટું જીરા માર્કેટ એટલે ઉઝા. જ્યાં જીરામાં ખેડૂતોના વિશ્વાસ રાખી સોદા કરે છે પણ ઊંઝાની આ ઓળખને નકલી જીરૂ બનાવતી ફેક્ટરીએ ઝાંખી પાડી છે.
ઊંઝાના જીરાની વિશ્વભરમાં માંગ હોય છે જેનો ફાયદો ઉઠાવી પ્રતિક પટેલ નામના નામનો શખ્સ કેફટરીમાં નકલી જીરું બનાવી બજારમાં ખાણી પીણી માટે પધરાવી દઈ અત્યાર સુધી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો હતો.
ગાંધીનગર ફૂડ વિભાગ અને ઉંઝા પોલીસ દ્વારા કરાયેલી સંયુક્ત રેડમાં ઉંઝા નજીકથી નકલી જીરૂ બનાવતી આર્મી એગ્રો નામની ફેક્ટરી ઝડપાઇ છે.
શહેરના ગંગાપુરા રોડ પર આ ભેળસેળ કરતી ફેક્ટરી ધમધમી રહી હતી.પ્રતિક પટેલ નામના શખ્સ આ ફેક્ટરીને ચલાવતો હતો.આ દરોડા દરમિયાન ૧૩ હજાર ૮૬૦ કિલો લુઝ જીરૂ,૧૪ હજાર ૪૦૦ કિલો વરિયાળીનું ભૂસુ, ૨ હજાર કિલો ક્રીમ પાઉડર અને ૧૫૦ લિટર ગોળની રસી કબ્જે લેવાઇ છે. વરિયાળીનું ભૂસુ, ક્રીમ, ગોળની રસીથી નકલી જીરૂ તૈયાર થતું હતું. આ પકડાયેલા માલસામાનની કિમત ૧૨ લાખથી વધુ થાય છે.
આ દરોડા દરમિયાન ટીમના ધ્યાને આવ્યું હતું કે ફેક્ટરીમાં વરિયાળીના ભૂસા સાથે ક્રીમ કલરનો પાવડર અને ગોળની રસીને મિક્સ કરવામાં આવે છે જે બાદ તડકામાં સુકવી જીરુંના આકાર અને કલર જેવું બનાવટી જીરું બનવવામાં આવે છે અને ઉંઝાના પટેલ પ્રતિક કુમાર દિલીપભાઈ સંચાલિત આર્મી એગ્રો નામની ફેક્ટરીમાં આ બનાવટી જીરું બનાવતાં ટીમના હાથે રંગેહાથે ઝડપાઈ ગયા હતા. જે બાદ અત્યાર સુધી કેટલું જીરું બનાવ્યુ અને કોણે કોણે વેચ્યું તેની તપાસ થઈ રહી છે.SS3KP