આરોગ્ય વિમા માટે કરમુક્તિ મર્યાદાને વધારવા ફરી અપીલ
ભારતમાં તબીબી ખર્ચાઓ વધી ગયા છે ત્યારે વધારવામાં આવેલા છત્ર સાથે
|
નવી દિલ્હી : સામાન્ય બજેટ આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે વિમા સેક્ટરની નજર બજેટ પર કેન્દ્રિત થઇ ગઇ છે. બજેટને લઇને પોતાની ઇચ્છા રજૂ કરી દીધી છે. વિમા ક્ષેત્ર દ્વારા ટેક્સ મુક્તિ મર્યાદામાં વધારો કરવાની માંગ કરવામાં આવી છે. ઇન્સ્યોરન્સ સેક્ટરના પ્રતિનિધિઓએ માંગણીના સ્વરુપમાં જણાવ્યું છે કે, સરકારે આરોગ્ય વિમા માટે કરવેરા મુક્તિ મર્યાદાને વધારી દેવી જાઇએ. સાથે સાથે નાણાંકીય પગલાઓ રજૂ કરવા જાઇએ.
બજેટને લઇને જુદા જુદા ક્ષેત્રો પોતપોતાની રજૂઆતો કરી રહ્યા છે. આ સેક્ટર સાથે જાડાયેલા નિષ્ણાંતો કહે છે કે આ ક્ષેત્રને વધુ મુક્તિ મળવાથી આરોગ્ય વિમા પોલિસી મેળવવા માટે લોકોને પ્રોત્સાહન મળશે. સાથેસાથે વધારવામાં આવેલા કવર સાથે લોકો આનો લાભ લેશે. દેશમાં વર્તમાન તબીબી ખર્ચાઓને ધ્યાનમાં લઇને આજના સમયમાં વધારવામાં આવેલા છત્ર સાથે આરોગ્ય વિમા પોલિસી મેળવવાની બાબત ખુબ મહત્વપૂર્ણ છે.
સરકારે આગામી બજેટમાં આરોગ્ય વિમા માટે આવકવેરા મુક્તિ મર્યાદામાં વધારો કર્યો હતો. આમા વધુ વધારાની માંગ કરવામાં આવી છે. ૧૦ લાખ સુધીની પોલિસી માટે વિકલ્પ ધરાવતા લોકોને વાજબી રાહત મળે તે જરૂરી છે. સરકાર નવા પગલા લઇને આરોગ્ય વિમાને પ્રોત્સાહન આપશે તેવી આશા રાખવામાં આવી રહી છે. સરકારે યુનિવર્સલ હેલ્થ સ્કીમને વધુ ઝડપી બનાવવી જાઇએ. શક્ય તેટલા વધુ રાજ્યોમાં તેનો ફેલાવો થવો જાઇએ. કેન્દ્રમાં નવી સરકાર સત્તારૂઢ થયા બાદ હવે બજેટને લઇને તૈયારી શરૂ કરવામા ંઆવી છે. નાણાંપ્રધાન નિર્મલા સીતારામન બજેટને લઇને ખુબ વ્યસ્ત છે.