Western Times News

Gujarati News

આરોગ્ય સેવાઓનું માર્કેટિંગ કરવાથી ગુણવત્તા વધારવા અને જાગૃતિ લાવવામાં મદદ મળશે

હેલ્થકેર માર્કેટિંગ પર વેબિનારનું આયોજન, ડો. પી આર સોડાનીએ કહ્યું –‘હેલ્થકેર માર્કેટિંગ’ ગુણવત્તાયુક્ત જાહેર આરોગ્ય સેવાઓ સરળતાથી સુલભ કરી શકે અને જાગૃતિ વધારી શકે

જયપુર, આઈઆઈએચએમઆર યુનિવર્સિટીએ એક્સપ્લોરા એજ્યુકેશન પ્રાઇવેટ લિમિટેડ અને ઇનોવેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સાથે મળીને માર્કેટિંગ હેલ્થકેર પર એક વેબિનારનું આયોજન કર્યું હતું. સીઆરઆઈ એડવાઇઝરી એન્ડ રિસર્ચના ડાયરેક્ટર, ઇનોવેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના ટ્રસ્ટી અને આઈઆઈએમ અમદાવાદમાં સેન્ટર ફોર રિટેલિંગના પૂર્વ સીનિયર પ્રોફેસર અને ચેરપર્સન ડો. પિયૂષ સિંહા આ વેબિનારમાં મુખ્ય વક્તા સ્વરૂપે જોડાયા હતા.

આઈઆઈએચએમઆર યુનિવર્સિટીના પ્રેસિડન્ટ ડો. પી આર સોડાનીએ આવકાર સંબોધન કર્યું હતું, તો આઈઆઈએચએમઆર યુનિવર્સિટીના સેન્ટર ફોર ઇનોવેશન ઇન્ક્યુબેશન એન્ડ આંત્રપ્રિન્યોરશિપ (સીઆઈઆઈઈ)ના એસોસિએટ પ્રોફેસર અને ચેર ડો. શીનૂ જૈને ચર્ચાનું સંચાલન કર્યું હતું.

વેબિનાર દરમિયાન એવી માર્કેટિંગ વ્યૂહરચનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં  આવ્યું હતું, જેના માધ્યમથી સંભવિત નવા દર્દીઓણાં વિશ્વાસ પેદા કરી શકાય છે અને તેમને આકર્ષિક કરી શકાય છે. સાથે સાથે મુશ્કેલ સમયમાં રોગીઓને આકર્ષિત કરવા અને તેમને પોતાની સાથે જોડી રાખવા માટે શ્રેષ્ઠ ઉપાયો પર પણ ચર્ચા થઈ હતી. ઉપરાંત રોગીઓના મનમાં સુરક્ષાની ભાવના વધારતા સંવાદ પર પણ ચર્ચાવિચારણા થઈ હતી અને આ પ્રકારના વિવિધ મેનેજમેન્ટ પ્રોગ્રામ પર ચર્ચા થઈ હતી, જેના માધ્યમથી નવા રોગીઓમાં વિશ્વાસ સ્થાપિત કરી શકાય.

આઈઆઈએચએમઆર યુનિવર્સિટીના પ્રેસિડન્ટ ડો. પી આર સોડાનીએ કહ્યું હતું કે, “હાલના ગાળામાં હેલ્થ ક્ષેત્રમાં માર્કેટિંગની બહુ જરૂર છે. આપણે જાણીએ છીએ કે, સામાન્ય રીતે ખાનગી અને કોર્પોરેટ સેક્ટર આંતરરાષ્ટ્રીય સ્તરે કામગીરીની તકો ઝડપવા અને પોતાના કામકાજને વધારવા માટે માર્કેટિંગ સંબંધિત વ્યૂહરચનાઓનો સારી રીતે ઉપયોગ કરે છે. પણ જાહેર આરોગ્યની બાબતે માર્કેટિંગ પર હજુ સુધી વધારે ભાર મૂકવામાં આવ્યો નથી.

આપણે એ વાતને સમજવી પડશે કે માર્કેટિંગનો ઉદ્દેશ વ્યાવસાયિક કામગીરીઓની સાથે સેવાની જરૂરિયાત ધરાવતા તમામ ગ્રાહકો સાથે જોડાવાનો પણ છે. કોવિડ-19એ ગ્રામીણ વિસ્તારો કે અંતરિયાળ વિસ્તારોમાં જાહેર આરોગ્યની સેવાઓની ઉપલબ્ધતા માટેના પડકારો સામે લાવી દીધા છે.

એટલે અત્યારે જાહેર આરોગ્ય સેવાઓની બાબતે માર્કેટિંગની મૂળભૂત બાબતો હાલની જરૂરિયાત છે અને આ માધ્યમથી આપણે એ સેવાઓ સામે લાવી શકીએ, જેને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHCs) અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રો (CHCs)અને સ્થાનિક આરોગ્ય કેન્દ્રો (LHCs) પાયાના સ્તરે પ્રદાન કરે છે. આરોગ્ય સેવાઓનું માર્કેટિંગ કરવાથી ગુણવત્તા વધારવા, પહોંચ વધારવા અને આ સેવાનો લાભ મેળવવા ઇચ્છતાં લોકો વચ્ચે જાહેર આરોગ્ય સેવાઓ વિશે જાગૃતિ લાવવામાં મદદ મળશે.”

CRIએડવાઇઝરી એન્ડ રિસર્ચના ડાયરેક્ટર, ઇનોવેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના ટ્રસ્ટી અને આઇઆઇએમ-એમાં સેન્ટર ફોર રિટેલિંગના પૂર્વ સીનિયર પ્રોફેસર અને ચેરપર્સન ડો. પિયૂષ સિંહાએ તેમના સંબોધનની શરૂઆતમાં આરોગ્ય ક્ષેત્રમાં B2B અને B2C વિશે જાણકારી આપી હતી

તથા આઇટી/ટેકનોલોજી, રિસર્ચ, એજ્યુકેશન, એડવાઇઝરી, ફાઇનાન્સિગ, ઇન્શ્યોરન્સ અને પબ્લિક પોલિસી સાથે સંબંધિત સેવાઓ વિશે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી. સાથે સાથે તેમણે પાવર ડિસ્ટન્સ, વિશ્વાસ,  ઊણપ, બિનજરૂરી ઉત્પાદનનું આર્થિક ભારણ, વ્યર્થ માગ, નિર્ણયમાં વિલંબ, ઉપભોક્તાથી જીવનશૈલી વગેરે જેવી મુખ્ય લાક્ષણિકતાઓ વિશે વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, “અત્યારે માર્કેટિંગને પ્રચલિત રીતે પરિભાષિત કરવામાં આવે છે. લાંબા સમયથી PHC અનેCHCસુધી પહોંચ એક પડકાર છે. માર્કેટિંગ હેલ્થકેર આ સુવિધાઓ સુધી પહોંચ સાથે સંબંધિત વિઝનને બદલવા ઇચ્છે છે અને લોકોને નવી સુવિધાઓ અપનાવવા પ્રેરિત કરે છે. ભારત જેવા કોઈ દેશના સ્વાસ્થ્યનો માપદંડ આ વાતથી નક્કી થાય છે કે, ત્યાં કેટલાં લોકો બિમાર છે. બીજી તરફ, યુરોપિયન દેશોમાં બિમારીનો કોઈ માપદંડ નથી, પણ એ જોવામાં આવે છે કે, તેઓ કેટલાં ખુશ છે. માર્કેટિંગનો ઉદ્દેશ આ વ્યૂહરચનાને અનુરૂપ હોવો જોઈએ.”

ડો. સિંહાએ ગ્રાહક અનુભવના માધ્યમથી પ્રાપ્ત ફીડબેક વિશે જાણકારી આપી તથા જણાવ્યું હતું કે, એમાં વિશ્વાસ, સેવાની ગુણવત્તા, વફાદારી અને ગ્રાહકોને કેન્દ્રમા રાખવાની ભાવના સામેલ છે.

આ ઉપરાંત તેમણે એવા કોર્પોરેટ ઉદ્દેશોને ચર્ચા કરી હતી, જેના માધ્યમથી ગ્રાહકોની સાથે એક પ્રકારનો ભાવનાત્મક સંબંધ સ્થાપિત કરી શકાય છે. આ દિશામાં તેમણે સમુદાયો માટે પ્રતિબદ્ધ થઈને કામ કરવા અને તેમને અસાધારણ સેવાઓ પ્રદાન કરવાનું સૂચન પણ આપ્યું હતું.

આઈઆઈએચએમઆર યુનિવર્સિટીના સેન્ટર ફોર ઇન્ક્યુબેશન એન્ડ આંત્રપ્રિન્યોરશિપ (સીઆઈઆઈઈ)ના એસોસિએટ પ્રોફેસર અને ચેર ડો. શીનૂ જૈને કહ્યું હતું કે, “કોઈ પણ સ્ટાર્ટઅપ માટે પોતાને સ્થાપિત કરવા માટે માર્કેટિંગ એક મુખ્ય માધ્યમ હોઈ શકે છે. હાલના સમયગાળામાં દર્દી ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા પોતાના ડૉક્ટર પાસેથી કે કોઈ પણ સ્વાસ્થ્ય સેવા વિશે જાણકારી માંગી રહ્યાં છે.”

ડો. જૈને કહ્યું હતું કે, પ્રો. સિંહા જેવા અનુભવી નિષ્ણાતોએ પોતાના અનુભવથી સ્વાસ્થ્ય સેવા સાથે સંબંધિત માર્કેટિંગ વિશે મહત્વપૂર્ણ જાણકારી આપી છે, જેનો લાભ સહભાગીઓને મળશે. તેમણે જણાવ્યું કે, આ વેબિનારમાં ભારતની સાથે અમેરિકા, બ્રિટન, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને નેપાળમાંથી પણ 325 સહભાગીઓ સામેલ થયા હતા.

આઈઆઈએચએમઆર યુનિવર્સિટીએ નેશનલ સ્કિલ્સ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક (NSQF) અંતર્ગત યુજીસી દ્વારા માન્યતાપ્રાપ્ત હેલ્થ આંત્રપ્રિન્યોરશિપમાં એક વર્ષનો પૂર્ણકાલિન પીજી ડિપ્લોમા શરૂ કર્યો છે. આ પ્રોગ્રામ અંતર્ગત સહભાગી હેલ્થકેર માર્કેટિંગ વિશે એક વિસ્તૃત યોજના તૈયાર કરવા કામ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.