આરોપીઓ પાસેથી ૧૦૦૦૦ની લાંચ લેતાં વચેટિયો ઝડપાયો
અમદાવાદ: લાંચિયા અધિકારીઓ પર તવાઈ બોલાવા માટે એન્ટિ કરપ્શન બ્યૂરો દ્વારા ખાસ ટીમ તૈયાર કરવામાં આવી છે. આ ટીમ દ્વારા જુદા જુદા સરકારી વિભાગોમાં લાંચ-રૂશ્વત વિરોધી કાર્યવાહી કરવામાં આવી છે. હજુ તો આણંદના વર્ગ-૩ અધિકારી પાસેથી મળી આવેલા કરોડો રૂપિયાની સંપતિનો મામલો ચરોતરમાં ચર્તાની એરણે છે ત્યારે અમદાવાદ ગ્રામ્ય એન્ટી કરપ્શન બ્યૂરોની ટ્રેપમાં મહેમદાવાદા પોલીસ મથકના બે જવાનો વતી લાંચ લેતો વચેટિયો ઝડપાઈ ગયો છે.
બનાવની વિગત એવી છે કે મહેમદાબાદ પોલીસ મથકમાં સટ્ટાના કેસમાં આરોપીઓ ઝડપાયા હતા. આ આરોપીઓએનો અગાઉ ૧.૫૦ લાખ રૂપિયાના જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કોર્ટનો અભિપ્રાય આપવા માટે વધારાના ૧૦ હજાર રૂપિયાની માંગણી આરોપીઓ પાસેથી કરવામાં આવી હતી.
આ દરમિયાન આ રૂપિયા આપતા સમયે ફરિયાદીઓએ એસીબીનો સહારો લીધો હતો. દરમિયાન આ ફરિયાદના આધારે અમદાવાદ ગ્રામ્ય એસીબી દ્વારા મહેમદાવાદ પોલીસના બે કોન્સ્ટેબલ વતી લાંચ લેતા વચેટિયા કીર્તન સુથારને ઝડપી પાડવામાં આવ્યો હતો.
આ મામલે અમદાવાદ એસીબીની ટ્રેપ બાદ મહેમદાવાદ પોલીસ મથકનાં બે પોલસી કર્મી ફરાર હોવાની વિગતો છે. જેમાં પોલીસ કર્મી આલાલાભાઈ રબારી અને પોલીસ કર્મી નારણ ભાઈ ભરવાડ ફરાર થઈ ગયા છે. ગુજરાત એસીબી હવે વધુ સજ્જ થઇ ગઈ છે. લાંચિયા બાબુઓને પકડવા માટે એસીબીએ નવા ૪૪ પીઆઇ સાથે કુલ ૮૩ પીઆઇ ને ખાસ ટ્રેંનીંગ આપી ફિલ્ડ માં મુક્યા છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં પહેલી વાર સંપૂર્ણ મહેકમ પુરી કરવામાં આવી છે.
ગુજરાત એસીબી હવે વધુ સજ્જ થઇ ગઈ છે. લાંચિયા બાબુઓને પકડવા માટે એસીબીએ નવા ૪૪ પીઆઇ સાથે કુલ ૮૩ પીઆઇ ને ખાસ ટ્રેંનીંગ આપી ફિલ્ડ માં મુક્યા છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં પહેલી વાર સંપૂર્ણ મહેકમ પુરી કરવામાં આવી છે.છેલા ઘણા વર્ષોથી ગુજરાત એસીબીમાં પીઆઇની અછત હતી જેના કારણે એસીબીના અધિકારી પર કામનું ભારણ વધુ હતું અને ભ્રષ્ટાચાર રોકવામાં સંપૂર્ણ સફળતા ન મળી હતી. ત્યારે વર્ષ ૨૦૧૦ની બેચના પીએસઆઈને પીઆઇનું પ્રમોશન મળતાની સાથે ૪૪ પીઆઇ એસીબીને મળતાની સાથે જ ગુજરાતના ખૂણે ખૂણે એસીબી પહોંચી શકી છે.