આરોપીનું કબુલાતનામુ એ તેની વિરુદ્ધનો કાયદેસરનો પુરાવો ગણાય નહીં – સુપ્રીમકોર્ટ

સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટીસ એન.વી.રમના સહિતના સુપ્રીમકોર્ટના ન્યાયાધીશનું બંધારણીય મહત્વપૂર્ણ મૂલ્યાંકન અને ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ નીખિલભાઈ કરીયલે એડવોકેટ આઈ. એચ. સૈયદ ને આપેલા આગોતરા જામીનનું તુલનાત્મક નિરીક્ષણ?!
તસવીર ભારતની સુપ્રીમકોર્ટની છે ભારતની સુપ્રીમકોર્ટના જસ્ટિસ કે.એમ.જાેસેફ અને જસ્ટીસ શ્રી પી.એસ નરસિમ્હાની ખંડપીઠે ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ આપેલા એક મહત્વપૂર્ણ ચૂકાદામાં કહ્યું છે કે ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ ૩૧૯ હેઠળ અદાલતે આરોપી વિરૂદ્ધ નક્કર અને નોંધ લેવા લાયક પુરાવા ન હોય તો આરોપી વિરુદ્ધ સમન્સ જારી કરી શકાય નહીં!
દેશના બંધારણની કલમ ૨૦-૩ કોઈ પણ આરોપીને પોતાની વિરૂધ સાક્ષી થવાની ફરજ પાડી શકાય નહીં તેવું સુનિશ્ચિત કરે છે સુપ્રીમકોર્ટના જસ્ટિસ શ્રી આર.એફ.નરીમાન અને જસ્ટીસ શ્રી નવીનસીન્હા ની ખંડપીઠે નાર્કોટીક્સ ડ્રગ્સ અને સાઇકો-ટ્રોપીક સબસન્ટીસ એકટની વિવિધ જાેગવાઇઓ જાેગ એવું મૂલ્યાંકન કર્યું છે કે
આ કાયદા હેઠળ કરાયેલા કબૂલાતનામા ને આધારે આરોપીને દોષિત ઠેરવી શકાય નહીં. જ્યારે ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ શ્રી નીખિલભાઈ કરીયલે આરોપી એડવોકેટ શ્રી સામેના કેસમાં આગોતરા જામીન આપતા કરેલા મહત્ત્વપૂર્ણ નિરીક્ષણ અને મૂલ્યાંકન ની પોલીસ અધિકારીઓએ સૈદ્ધાંતિક નોંધ લેવી જાેઈએ!
ગુજરાત હાઈકોર્ટના પૂર્વ સોલિસિટર જનરલ અને હાઈકોર્ટના સિનિયર ધારાશાસ્ત્રી શ્રી આઈ.એચ.સૈયદ સામે થલતેજ ના વેપારી ધમકાવી મારવાના કથિત એફ.આઇ.આર.માં આરોપી દર્શાવતા આ કેસમાં ભારે ચકચાર મચી ગઈ હતી!!.આ કેસમાં ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ શ્રી નીખિલભાઈ કરીયલે જે રસપ્રદ અવલોકન કર્યું છે
તે નોંધનીય છે કે અરજદાર અડ્વોકેટ વિરુદ્ધ અગાઉ ગુનો નોંધાયેલ નથી અદાલતે એવું પણ નિરીક્ષણ કર્યુ છે કે પૂર્વ મુખ્યમંત્રીના નિવાસસ્થાને મીટીંગ યોજાઇ હતી. મીટીંગ ના કારણથી ફરિયાદી વાકેફ હતા અને તેઓ સભાનતા સાથે જ મિટિંગ સ્થળે ગયા હતા જ્યાં મિટિંગ યોજાઈ હતી
અને ત્યારબાદ વિવાદિત એગ્રીમેન્ટ તેમના વિરુદ્ધ હોવાથી સમગ્ર વિવાદ ઊભો થયો હતો ઘટનાસ્થળે અન્ય સાથે અરજદાર એડવોકેટની પણ હાજરી હતી અને તેથી ફરિયાદીએ ફરિયાદમાં તેમનું નામ પણ લખાવી દીધું હોય તેવું પ્રથમ દર્શનીય રીતે જણાય છે. જેથી સિનિયર એડવોકેટ પુરતી ફરિયાદ બોગસ હોવાનું પણ પ્રથમ દર્શનીય રીતે જણાય છે!!
કોર્ટે એવું પણ ગંભીર અવલોકન કર્યું છે કે અરજદાર એડવોકેટની ધરપકડ થાય તો તેની કિંમત રૂપે તેમનું ‘અપમાન’ અને ‘બદનામી’ ‘પરેશાની’ વેઠવી પડી શકે છે તેથી હાઈકોર્ટના સિનિયર એડવોકેટ ની ધરપકડ હાલના તબક્કે ગેરવ્યાજબી અને અન્યાયી જણાય છે અત્રે એ નોંધનીય છે કે ભારતની સુપ્રીમકોર્ટના જસ્ટિસ એન.વી.રમનાએ કહ્યું છે
કે આઝાદી બાદ કાયદાઓમાં સુધારા થયા અને પડકારો વચ્ચે એક જીવંત દસ્તાવેજ તરીકે દેશ ને એનું બંધારણ મળ્યું છે.આ બંધારણની પ્રસ્તાવનામાં ‘રુલ ઓફ લો’ ની વિભાવના રહેલી છે. માનસન્માન, લોકશાહી અને ન્યાય એ કાયદાના શાસન ના ત્રણ મહત્વપૂર્ણ મુલ્યો છે
આ શબ્દો સાથે જસ્ટીસ શ્રી નિખિલભાઇ કરીયલના આગોતરા જામીન પર ના ચુકાદાનું મુલ્યાંકન કરવામાં આવે તો આ આગોતરા જામીન આપવાનો હુકમ દેશનું બંધારણ ગૌરવ વધારવા નો છે જેની નોંધ વકીલો અને સરકારે અને પોલીસતંત્ર લેવી જાેઈએ ડાબી બાજુ ની તસ્વીર ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ શ્રી એન.વી.રમના, સુપ્રીમકોર્ટના જસ્ટિસ કે.અમ. જાેસેફ, જસ્ટીસ શ્રી પી.એચ નરસિંમ્હા, જસ્ટીસ શ્રી આર.એફ.નરીમાન અને જસ્ટિસ નવીનસીન્હા ની છે જ્યારે છેલ્લે તસ્વીર ગુજરાત હાઇકોર્ટ ની છે અને જસ્ટીસ શ્રી નિખીલભાઈ કરીયલ ની છે જેમણે આગોતરા જામીન આપતો મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા ઝેબા દ્વારા
ગૂંચવાડા ભરી પ્રાર્થનામાંથી શ્રી પરમેશ્વર સાચો અર્થ શોધી લે છે – રીચાર્ડ સીબેસ
દેશનું બંધારણ એ જીવંત દસ્તાવેજ છે માનવસન્માન, લોકશાહી અને ન્યાય એ રુલ ઓફ લો ના ત્રણ મહત્વપૂર્ણ મૂલ્યો છે – ચીફ જસ્ટીસ એન.વી.રમના
રીચાર્દ સીબેસ નામના તત્વ ચિંતક સરસ કહ્યું છે કે ‘‘ગૂંચવાડાભરી પ્રાર્થના માંથી પણ શ્રી પરમેશ્વર સાચો અર્થ શોધી લે છે’’!! સ્વામી વિવેકાનંદ સરસ કહ્યું છે કે ‘‘કહેતા નહીં પ્રભુને કે સમસ્યા વિકટ છે કહીદો સમસ્યાને કે પરમેશ્વર મારી નિકટ છે’’!! લોકશાહી રાજ્યવ્યવસ્થા માં સરકારે વહીવટી અધિકારી એ કાયદાના શાસન ના રખેવાળો એ દેશના સર્વોપરી બંધારણના મૂલ્યો મુજબ પોતાની સત્તાનો ઉપયોગ કરવાનો છે
અને ભારતની સુપ્રીમકોર્ટને હાઇકોર્ટે આપેલા મહત્વપૂર્ણ ચુકાદાઓની નોંધ લેતાં, લેતાં બંધારણ નું શાસન જાળવવાનું છે પરંતુ અનેક કેસમાં સુપ્રીમકોર્ટ અને હાઇકોર્ટની માર્ગદર્શન રેખાનું ઉલ્લંઘન કરીને પોલીસતંત્ર કાર્યવાહી કરે છે અને ક્યારેય એ પણ ભૂલી જવાય છે કે સુપ્રીમકોર્ટનો ચુકાદો લેન્ડ ઓફ ધ લો છે
ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ શ્રી નીખિલભાઈ કરીયલે હાઈકોર્ટના વરિષ્ઠ ધારાશાસ્ત્રી શ્રી આઇ.એ સૈયદના કેસની એફઆઈઆર નું સર્વગ્રાહી મૂલ્યાંકન કરતા આપેલા આગોતરા જામીનપરથી જણાય છે કે તેમણે કેસનું વિદ્વતા પૂર્ણ નિરીક્ષણ કર્યું છે!