આરોપી “આતંકવાદી” નહીં હોવાનું જાહેર કરી છોડી મુકવાનો આપેલો રસપ્રદ ચુકાદો!

માનવ અધિકાર એ વિદેશ નીતિ નો પાયો છે – જીમી કાર્ટર
કર્ણાટકના બેંગલુરુ ભારતીય વૈજ્ઞાનિક સંસ્થા પર આતંકવાદી હુમલા કેસમાં આરોપી હબીબ મિયાંને NIA કોર્ટે આરોપી “આતંકવાદી” નહીં હોવાનું જાહેર કરી છોડી મુકવાનો આપેલો રસપ્રદ ચુકાદો!
તારીખ ૨૮.૦૨.૨૦૦૫ ના રોજ બનેલી ઘટનામાં પોલીસે આરોપીને ૧૧ વર્ષ બાદ આરોપીઓને પાકિસ્તાન ભગાડી મુકવાના આરોપસર આરોપીની ધરપકડ કરી હતી આથી આરોપીના પિતા નું આઘાતમાં મૃત્યુ થયું હતું!
તસવીર કર્ણાટકની બેંગલૂરની એનઆઈએ કોર્ટ ની છે કર્ણાટકના બેંગલુરુ શહેરમાં આવેલી બેંગ્લોરી ભારતીય વૈજ્ઞાનિક સંસ્થા પર બે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો જેમાં આરોપી અલાઉદ્દીન સહિતના પાકિસ્તાન ભાગી ગયા હતા.
આ સંદર્ભે આ ગુનાઈત કથીત કાવતરામાં આરોપીને પાકિસ્તાન ભગાડી મૂકવાના આરોપસર હબીબમિયા નામના આરોપીને ગુનાની ઘટના બાદ ૧૧ વર્ષે ધરપકડ કરાઈ હતી જ્યારે ગુનો તારીખ ૨૮.૦૨.૨૦૦૫ ના રોજ બન્યો હતો જેમાં એક પ્રોફેસરનું પણ મૃત્યુ થઈ ગયું હતું! આરોપી હબીબમિયા એક ગેરેજમાં કામ કરતો સામાન્ય માનવી હતો. After 5 Years in Jail, Muslim Man from Tripura Acquitted in Karnataka Terr0r Case NIA court found no evidence against him to corroborate the charges framed by police.
અને તેની આતંકવાદ ધારા હેઠળ ધરપકડ થતાં તેના આઘાતમાં આરોપીના પિતાનું અવસાન થઈ ગયું હતું! અને આરોપી છેલ્લા ચાર વર્ષથી જેલમાં હતો સદર ગુનાનો ની ટ્રાયલ ચાલ્યા વગર આરોપીને ચાર વર્ષ જેલમાં વિતાવ્યા બાદ બેંગલૂરની એનઆઈએ કોર્ટે આરોપી હબીબમિયા ને તે “આતંકવાદી” નહોતો એવું ઠરાવીને ટ્રાયલ ચલાવ્યા વગર જ છોડી મુકતા પોલીસ તંત્રની કાર્યવાહી સામે અનેક પ્રશ્ન ઉઠ્યા છે!
અને સાથે “ન્યાય મોડો આપવો એ ન્યાય આપવા બરાબર છે” ત્યારે હવે આવા કેસો ઝડપી ચાલે એ માટે દેશના ન્યાયતંત્રે ગંભીરતાથી વિચારવું જાેઈએ! અમેરિકામાં એક આરોપી લાંબા સમય સુધી જેલમાં રહ્યા બાદ ૧૮ વર્ષ બાદ નિર્દોષ છૂટતા અમેરિકામાં આરોપીને પચાસ લાખ ડોલરનું વળતર અપાયું હતું!
ભારતમાં આ બાબતે ગંભીર રીતે જાેગવાઈ કરવી જાેઈએ જેથી સરકાર અને પોલીસ તંત્રમાં જવાબદારીની ભાવના વધે! (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)
દક્ષિણ આફ્રિકાના પ્રમુખ નેલ્સન મંડેલાએ કહ્યું છે કે “માનવીને તેના માનવ અધિકારથી વંચિત રાખવો, મતલબ કે તેને માનવતાથી વંચિત રાખવાની પેરવી કરવી”!! અમેરિકાના પ્રમુખ જીમી કાર્ટર સરસ કહ્યું છે કે “માનવ અધિકાર એ વિદેશ નીતિ નો આત્મા છે કેમ કે આપણી રાષ્ટ્ર ભાવના સાથે વણાઈ ગયો છે”!! “
ભારતના બંધારણની કલમ ૨૦ ૩ માં એવી જાેગવાઈ છે ગુનાના આરોપીને પોતાની ઇચ્છા વિરુદ્ધ કોઈ વિધાન કરવાની ફરજ પાડી શકાય નહીં” જ્યારે બંધારણની કલમ ૨૧ એ વ્યક્તિ સ્વતંત્ર ની ખાતરી આપે છે કે અને તેમાં જણાવાયું છે કે “કાયદાની પ્રસ્થાપિત કાર્યવાહી અનુસર્યા શિવાય તેના જીવન અને વ્યક્તિસ્વાતંત્ર્ય વંચિત કરી શકાશે નહીં” આ સંદર્ભમાં બેંગલુરુની એનઆઈએ કોર્ટે આતંકવાદી પ્રવૃત્તિના આરોપસર પકડાયેલા હબીબમિયા નામના ૪૧ વર્ષના આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકતા હુકમે ભારે ચકચાર જગાવી છે